Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : What will happen if IND vs WI match is cancelled due to rain

IND vs WI / જો વરસાદના કારણે રદ્દ થઈ મેચ, તો શું થશે? કઈ ટીમને મળશે સેમીફાઈનલમાં સ્થાન?

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs WI / જો વરસાદના કારણે રદ્દ થઈ મેચ, તો શું થશે? કઈ ટીમને મળશે સેમીફાઈનલમાં સ્થાન?
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026માં હાલમાં સુપર-8 મેચ ચાલી રહી છે. 26 ફેબ્રુઆરીએ 2 સુપર-8 મેચ રમાઈ હતી. દિવસની બીજી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 72 રનથી જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની છેલ્લી મેચ જીતવી પડશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સુપર-8 મેચ વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ જેવી હશે.

App Store

સુપર-8માં ટીમ ઈન્ડિયાનો છેલ્લો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે

ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે સુપર-8 સ્ટેજમાં તેની છેલ્લી મેચ 1 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમશે. આ મેચ જે પણ ટીમ જીતશે તે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. આ મેચ પહેલા ફેન્સ વિચારી રહ્યા છે કે જો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ તો શું થશે. શું મેચ રદ્દ થઈ તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પ્રવેશ કરી શકશે? ચાલો આ પ્રશ્નોના જવાબ આપીએ.

જો મેચ રદ્દ થઈ તો શું થશે?

જો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સેમીફાઈનલ મેચ રદ્દ થાય છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. આ કિસ્સામાં ભારતના ત્રણ પોઈન્ટ અને વેસ્ટ ઈન્ડિઝના પણ ત્રણ પોઈન્ટ થશે. જોકે, વેસ્ટ ઈન્ડિઝની નેટ રન રેટ સારી છે, તેથી વેસ્ટ ઈન્ડિઝ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે અને ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ટીમ ઈન્ડિયાની નેટ રન રેટ હાલમાં -0.100 છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની નેટ રન રેટ +1.791 છે. હવે ટીમ ઈન્ડિયા પાસે આ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચવાનો એક જ રસ્તો છે, તે છે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં જીત. ટીમ ઈન્ડિયા અહીંથી ફક્ત મેચ જીતીને જ સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ફક્ત એક જ મેચ હારી છે

ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર રમી છે. સાઉથ આફ્રિકા સામેની મેચ સિવાય ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી તેની બધી મેચ જીતી છે. સુપર-8ની પહેલી મેચમાં ભારતને સાઉથ આફ્રિકા સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતી હતી.