Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India vs West Indies 3rd T20I Indore holker stadium pitch report

IND vs WI / શું ઇન્દોરમાં પણ થશે રનનો વરસાદ કે બોલર્સનો જાદુ ચાલશે? જાણો કેવી હશે પિચ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
IND vs WI / શું ઇન્દોરમાં પણ થશે રનનો વરસાદ કે બોલર્સનો જાદુ ચાલશે? જાણો કેવી હશે પિચ
સોર્સ : gstv

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝમાં અત્યાર સુધી બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં કુલ 501 રન બન્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 250 રનના વિશાળ ટાર્ગેટને માત્ર 18.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો અને 6 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. બધાની નજર હવે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ પર છે, જ્યાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે.

App Store

રાંચીમાં રનના ઢગલા થયા પછી ફેન્સ વિચારી રહ્યા છે કે શું ઇન્દોરમાં પણ રનનો વરસાદ થશે કે બોલર્સને ફાયદો થશે? મેચ પહેલા, ચાલો જાણીએ કે ઇન્દોરની પિચથી કોને ફાયદો થશે.

ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થશે!

ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ તેની ટૂંકી બાઉન્ડ્રી અને સપાટ પિચ માટે જાણીતું છે. અહીં ઘણી વાર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. તેથી, જો ઇન્દોરમાં ફરી રનનો વરસાદ જોવા મળે તો તે આશ્ચર્યજનક ન હોવું જોઈએ. ટીમ ઈન્ડિયાએ અહીં T20I મેચમાં 260 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો છે. આ ભારતીય T20I ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર પૈકીનો એક છે. ભારતે આ મેદાન પર અફઘાનિસ્તાન સામે માત્ર 15.4 ઓવરમાં 173 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

હોલ્કર સ્ટેડિયમ ખાતે પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 200 રનની આસપાસ હોવાનું કહેવાય છે, જ્યારે બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 166 રન છે. જોકે, વર્તમાન સિરીઝમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની રમતની શૈલીને જોતાં ત્રીજી મેચમાં પણ હાઈ સ્કોરની અપેક્ષા છે. ઇન્દોરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે અને દર્શકો વધુ એક હાઈ-સ્કોરિંગ મેચ જોઈ શકે છે.

આંકડા શું કહે છે?

ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ચાર T20I મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે બે વાર જીત મેળવી છે, જ્યારે ચેઝ કરતી ટીમે પણ બે વાર જીત મેળવી છે. આનો અર્થ એ થયો કે આ મેદાન પર બંને વ્યૂહરચના સફળ રહી છે. જોકે, ઝાકળ મેચને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

હેડ-ટુ-હેડમાં કોનો હાથ ઉપર છે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 33 T20I મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે. ભારતે 21 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે ફક્ત 111 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની એક મેચ અનિર્ણિત રહી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી છ T20 મેચોમાંથી ત્રણ જીતી છે.

બંને ટીમોની સ્કવોડ

ભારત: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર.

વેસ્ટ ઈન્ડિઝ: શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુઝ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, શિમરોન હેટમાયર, અકીલ હુસૈન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ અને શમાર સ્પ્રિંગર.