Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia women team clean sweeps India in ODI series

IND-W vs AUS-W / એલિસા હીલી માટે યાદગાર રહી છેલ્લી ODI, ઓસ્ટ્રેલિયાએ ભારતને આપી શરમજનક હાર

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
IND-W vs AUS-W / એલિસા હીલી માટે યાદગાર રહી છેલ્લી ODI, ઓસ્ટ્રેલિયાએ ભારતને આપી શરમજનક હાર
સોર્સ : GSTV

પહેલા બે મેચમાં કારમી હારનો સામનો કર્યા બાદ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ભારતને, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને છેલ્લી ODIમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં ભારતને 185 રનથી હરાવીને ત્રણ મેચની ODI સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું.

App Store

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 409 રન બનાવ્યા હતા. પોતાની છેલ્લી ODI રમી રહેલી એલિસા હીલીએ 98 બોલમાં 158 રન બનાવ્યા, જેનાથી તેની ODI કારકિર્દીનો અંત ખાસ અંદાજમાં આવ્યો હતો.

તેના સિવાય બેથ મૂનીએ પણ 84 બોલમાં અણનમ 106 રન બનાવ્યા, જ્યારે જ્યોર્જિયા વોલે 52 બોલમાં 62 રન બનાવ્યા હતા. એનાબેલ સધરલેન્ડે 23 રન બનાવ્યા હતા. નિકોલા કેરી 34 રન બનાવી અણનમ રહી હતી. આ સાથે કાંગારુ ટીમે 50 ઓવરમાં કુલ 409 રન બનાવ્યા.

ભારતીય બોલર્સ શ્રી ચરણી અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે રેણુકા, કાશ્વી અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

ભારત તરફથી એક પણ અડધી સદી ન આવી

410 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સ્મૃતિ મંધાના 4 બોલનો સામનો કરીને પોતાનું ખાતું ખોલ્યા વિના પવેલિયન પરત ફરી હતી. પ્રતિકા રાવલે 27 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્સે 29 બોલમાં 42 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 33 બોલમાં 25 રન બનાવી શકી હતી.

હરલીન દેઓલે 14 રન બનાવ્યા, જ્યારે દીપ્તિ શર્માએ 29 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન રિચાએ 18 રન બનાવ્યા. આ દરમિયાન સ્નેહ રાણાએ 74 બોલમાં 44 રન બનાવ્યા અને ટીમની ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો. ભારત 45.1 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને કાંગારુઓએ 185 રનથી મેચ જીતી લીધી હતી. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે સતત 12મી ODI સિરીઝ હારી છે.