IND vs NZ / ભારતે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય; જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની પહેલી મેચ આજે ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ભુવનેશ્વર કુમારની 4 વર્ષ નાદ વાપસી થઈ છે. ભારતીય ટીમના સ્વિંગ કિંગને વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20Iમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. હવે ફેન્સ ભુવીની વાપસી જોવા માટે ઉત્સુક છે.
ભારતીય ટીમનો ન્યુઝીલેન્ડમાં છેલ્લા બે પ્રવાસમાં પ્રભાવશાળી રેકોર્ડ છે. ભારતે ન્યુઝીલેન્ડમાં તેની અગાઉની બંને T20I સિરીઝ જીતી છે. ભારત હવે સતત ત્રીજી T20I સિરીઝ જીતવા પર નજર રાખશે. જ્યારે, ન્યુઝીલેન્ડ ભારતનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પેટલ, નમન ધીર, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર.
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.






