IND vs WI / 'કરો યા મરો' મેચમાં ટકરાશે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ, આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સુપર 8ની છેલ્લી મેચ 1 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિજેતા ટીમને સેમીફાઈનલમાં સ્થાન મળશે. તેથી કોલકાતામાં ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી શકે છે તે જાણવું મહત્ત્વપૂર્ણ રહેશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ આ વર્લ્ડ કપમાં પ્લેઈંગ ઈલેવનમાં સતત ફેરફાર કરી રહ્યું છે, તો શું આ મહત્ત્વપૂર્ણ મેચમાં પણ પ્લેઈંગ ઈલેવન બદલાઈ જશે? ચાલો તેના વિશે જણાવીએ.
બે ખેલાડીઓ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મુશ્કેલ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેના પિતાનું અવસાન થયું છે. તે બધી પરિસ્થિતિઓને પાછળ છોડીને ટીમ ઈન્ડિયા સાથે ફરી જોડાયો છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યા બનવી મુશ્કેલ છે. તે ઝિમ્બાબ્વે સામેની મેચમાં પણ ટીમનો ભાગ નહતો. ચાઈનામેન સ્પિન બોલર કુલદીપ યાદવને પણ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે.
પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં થાય
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક પણ ફેરફાર નહીં કરે તેવી અપેક્ષા છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ટીમ સેટ દેખાતી હતી. સંજુના આગમનથી ટોપ ઓર્ડરમાં ટીમની બેટિંગ મજબૂત થઈ છે, જ્યારે લોઅર ઓર્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા મોટા હિટર છે. ભારતીય ટીમના બોલર્સ ખાસ કરીને સ્પિન બોલર્સે વેસ્ટ ઈન્ડિઝ સામે સારું પ્રદર્શન કરવું પડશે. વરુણ ચક્રવર્તીએ છેલ્લી બે મેચમાં 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

