Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Pakistan eliminated from T20 World Cup 2026 despite defeating Sri Lanka

શ્રીલંકાને હરાવ્યા છતાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું પાકિસ્તાન, સેમીફાઈનલમાં પહોંચ્યું ન્યુઝીલેન્ડ

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
શ્રીલંકાને હરાવ્યા છતાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું પાકિસ્તાન, સેમીફાઈનલમાં પહોંચ્યું ન્યુઝીલેન્ડ
સોર્સ : GSTV

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં 28 ફેબ્રુઆરીના રોજ સુપર-8ની મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 5 રનથી હરાવ્યું. વર્લ્ડ કપમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલ શ્રીલંકા આ મેચ જીતી ન શક્યું, પરંતુ તેણે પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચતા અટકાવ્યું. પલ્લેકેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 212 રન બનાવ્યા હતા. પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકાને 147 રન સુધી રોકવાનું હતું, પરંતુ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ એવો હંગામો મચાવ્યો કે સેમીફાઈનલનું આખું સમીકરણ બગડી ગયું.

App Store

પાકિસ્તાન બહાર થયું

પાકિસ્તાનનું સેમીફાઈનલ ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ એવું હતું કે તેણે મેચ ઓછામાં ઓછા 65 રનથી જીત જીતવાની હતી. આ માટે પાકિસ્તાની ટીમે શ્રીલંકા 147 રનથી વધુનો સ્કોર ન થાય તેની ખાતરી કરવાની હતી. એક સમયે શ્રીલંકાએ પહેલી બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી, પરંતુ પહેલા પવન રત્નાયકેની અડધી સદી ફટકારી, જેણે 37 બોલમાં 58 રન બનાવ્યા. આ પછી શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પાકિસ્તાનની રમત બગાડી.

શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવામાં નિષ્ફળ જતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. બીજી તરફ ન્યુઝીલેન્ડે નેટ રન રેટના આધારે અંતિમ 4માં સ્થાન મેળવી લીધું.

દાસુન શનાકાએ છીનવી લીધી તક

પાકિસ્તાને એક સમયે શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવાની આશા રાખી હતી, પરંતુ કેપ્ટન દાસુન શનાકાની 76 રનની ધમાકેદાર ઈનિંગે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. શનાકાએ 31 બોલમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 76 રન બનાવ્યા હતા.

શ્રીલંકાને અંતિમ ઓવરમાં 28 રનની જરૂર હતી. શાહીન આફ્રિદી બોલિંગ કરી રહ્યો હતો, તેણે પહેલા પાંચ બોલમાં 22 રન આપ્યા હતા. પરિણામે, શ્રીલંકાને અંતિમ બોલ પર છગ્ગાની જરૂર હતી. આફ્રિદીએ વાઈડ લાઈનની નજીક યોર્કર ફેંક્યો, જેને શનાકાએ ભૂલથી વાઈડ સમજીને છોડી દીધો અને શ્રીલંકા પાંચ રનથી હારી ગયું.