Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs WI head to head record in T20 World Cup

T20 વર્લ્ડ કપમાં આટલી વખત થઈ છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, ફેન્સનું ટેન્શન વધારશે હેડ ટુ હેડ રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપમાં આટલી વખત થઈ છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, ફેન્સનું ટેન્શન વધારશે હેડ ટુ હેડ રેકોર્ડ
સોર્સ : GSTV

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે એક સમાનતા છે, બંને બે વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે. હવે આ બંને ટીમો વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 1 માર્ચે એક મહત્ત્વપૂર્ણ મેચ યોજાવાની છે. વિજેતા ટીમ સેમીફાઈનલમાં સ્થાન મેળવશે. 'મેન ઈન બ્લુ' અને 'મરૂન આર્મી' ટુર્નામેન્ટના ઈતિહાસમાં 4 વખત ટકરાયા છે. આ વખતે પાંચમી વખત ટક્કર થશે. તે પહેલા જાણી લો કે આ હેડ ટુ હેડ રેકોર્ડમાં કોણ આગળ છે. 

App Store

અગાઉના તમામ T20 વર્લ્ડ કપના પરિણામો

2009

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ પહેલીવાર 2009માં ઈંગ્લેન્ડમાં રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ટકરાયા હતા. આ મેચ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સુપર-8 સ્ટેજમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 153/7 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમે 7 વિકેટ બાકી રહેતા 19.4 ઓવરમાં ટાર્ગેટ ચે કરી લીધો હતો. આ હારથી ભારતની ટુર્નામેન્ટમાં આગળ વધવાની સંભાવનાઓ પણ અસર પડી હતી.

2010

બંને ટીમો વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2010ના સુપર-8 સ્ટેજમાં ફરી એકવાર ટકરાઈ હતી. આ વખતે કેરેબિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને મિડલ ઓર્ડરના મજબૂત યોગદાનને કારણે 169/9નો મુશ્કેલ સ્કોર બનાવ્યો હતો. ટોપ-ઓર્ડરના પ્રયાસો છતાં ભારત બીજી ઈનિંગમાં સંઘર્ષ કરતું રહ્યું. ટાઈટ બોલિંગ અને નિયમિત અંતરાલ પર પડતી વિકેટોના કારણે ભારત 155/9 સુધી મર્યાદિત રહ્યું, જેના પરિણામે ટીમ ઈન્ડિયાએ 14 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર ફરી એકવાર ભારત માટે ટુર્નામેન્ટમાં મોંઘી સાબિત થઈ હતી.

2014

ભારતે બાંગ્લાદેશના મીરપુરમાં T20 વર્લ્ડ કપ 2014ના ગ્રુપ-સ્ટેજ મેચમાં ટેબલ ફેરવી દીધું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ 20 ઓવરમાં ફક્ત 129/7 જ બનાવી શક્યું. ભારતે આત્મવિશ્વાસપૂર્વક આ નાના સ્કોરને ચેઝ કર્યો અને પાંચ બોલ બાકી રહેતા 130/2 સુધી પહોંચી ગયું. વિરાટ કોહલીની ઈનિંગે ભારતને 7 વિકેટથી સરળ જીત અપાવી હતી.

2016

આ બંને ટીમો વચ્ચેનો સૌથી રોમાંચક મુકાબલો T20 વર્લ્ડ કપ 2016ની સેમીફાઈનલમાં રમાયો હતો. કોહલીના અણનમ 89 રનની મદદથી ભારતે 192/2નો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. જોકે, લેન્ડલ સિમન્સ અને આન્દ્રે રસેલની આગેવાની હેઠળ વેસ્ટ ઈન્ડિઝે શાનદાર આ સ્કોર ચેઝ કરી લીધો હતો. વિન્ડીઝે 7 વિકેટથી જીત મેળવી અને પછી ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી તેનો બીજો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.