Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Qualification scenario for Pakistan in T20 World Cup 2026

સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને કેટલા રને જીતવું પડશે? શ્રીલંકા સામેની મેચ પહેલા જાણો સમીકરણ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને કેટલા રને જીતવું પડશે? શ્રીલંકા સામેની મેચ પહેલા જાણો સમીકરણ
સોર્સ : GSTV

અત્યાર સુધી T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 સ્ટેજમાં અત્યાર સુધી નસીબ પાકિસ્તાનના પક્ષમાં રહ્યું છે. પાકિસ્તાને બે મેચ રમી છે, પરંતુ એક પણ જીત વિના સેમીફાઈનલની રેસમાં છે. પાકિસ્તાન પાસે હાલમાં એક પોઈન્ટ છે અને તે આજે પલ્લેકેલમાં શ્રીલંકા સામે ટકરાશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને આજની મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે, પરંતુ પાકિસ્તાની ટીમ માટે ફક્ત જીત પૂરતી નથી. ચાલો તમને જણાવીએ કે સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાન માટે કેવા સમીકરણ બની રહ્યા છે.

App Store

હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાન માટે ફક્ત બે સમીકરણો બાકી છે. પ્રથમ શ્રીલંકા સામે પાકિસ્તાન જીતવું મહત્ત્વપૂર્ણ છે. જો પાકિસ્તાન આજે જીતવામાં નિષ્ફળ જાય, તો ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં બહાર થઈ જશે.

કેટલા રનથી જીતની જરૂર છે?

હવે બીજા સમીકરણની વાત આવે છે, કારણ કે આજે પાકિસ્તાન માટે શ્રીલંકા સામે જીતવું જ પૂરતું નથી. જો પાકિસ્તાન પહેલા બેટિંગ કરે છે, તો તેને ઓછામાં ઓછા 65 રનથી જીતવાની જરૂર પડશે. આનો ફાયદો એ થશે કે તેનીનેટ રન-રેટ ન્યુઝીલેન્ડ કરતા સારી થઈ જશે. ધારો કે પાકિસ્તાન પહેલા બેટિંગ કરીને 200 રન બનાવે છે, તો તેણે શ્રીલંકાને 135 રન કે તેથી ઓછા રન સુધી મર્યાદિત રાખવું પડશે.

બીજી બાજુ, જો પાકિસ્તાન ચેઝ કરવા ઉતરે છે, તો તેણે 13.1 ઓવર કે તેથી ઓછા સમયમાં મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો ન્યુઝીલેન્ડને ફાયદો થશે.

પહેલા બેટિંગ - પાકિસ્તાને મેચ ઓછામાં ઓછા 65 રનથી જીતવી પડશે.

ચેઝ - જો ટાર્ગેટ ચેઝ કરે છે, તો પાકિસ્તાને 13.1 ઓવરમાં મેચ જીતી લેવી પડશે.

ઈંગ્લેન્ડ પહેલાથી જ સુપર-8ના ગ્રુપ 2માંથી સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે અને શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. તેથી, શ્રીલંકા પાસે આ મેચમાં ગુમાવવા માટે કંઈ નથી. પરંતુ તે પાકિસ્તાનની રમત બગાડી શકે છે.