Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Alyssa Healy receives guard of honour from India player in her last ODI

એલિસા હીલીએ પોતાની છેલ્લી ODIમાં ફટકારી શાનદાર સદી, ભારતીય ખેલાડીઓએ આપ્યું 'ગાર્ડ ઓફ ઓનર'

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
એલિસા હીલીએ પોતાની છેલ્લી ODIમાં ફટકારી શાનદાર સદી, ભારતીય ખેલાડીઓએ આપ્યું 'ગાર્ડ ઓફ ઓનર'
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમો વચ્ચે ODI સિરીઝની અંતિમ મેચ આજે રમાઈ રહી છે. આ મેચમાં કાંગારુ ટીમની ચેમ્પિયન કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન એલિસા હીલીએ શાનદાર સદી ફટકારી છે.

App Store

આ તેની ODI કારકિર્દીની અંતિમ મેચ છે, જેમાં તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. જ્યારે એલિસા હીલી મેચમાં બેટિંગ કરવા માટે ઉતરી, ત્યારે ભારતીય ટીમે તેને 'ગાર્ડ ઓફ ઓનર' આપીને તેને વધુ ખાસ બનાવી દીધી.

એલિસા હીલી પોતાની છેલ્લી ODI રમી રહી છે

ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે છેલ્લી ODIમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી મેચ 6 વિકેટથી જીતી હતી, જ્યારે બીજી મેચમાં 5 વિકેટથી જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી હતી. છેલ્લી મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓએ એલિસા હીલીનું ખાસ સન્માન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આવીડિયોમાં હીલી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે હાથ મિલાવતી અને પછી તેની ઓપનિંગ પાર્ટનર ફોબી લિચફિલ્ડ સાથે મેદાન પર જતી જોવા મળે છે.

એલિસા હીલીએ સદી ફટકારી

એલિસા હીલીએ તેની છેલ્લી ODIમાં 98 બોલનો સામનો કર્યો અને 161ના સ્ટ્રાઈક રેટ સાથે 158 રન બનાવ્યા, જેમાં 27 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય વિકેટકીપર બેથ મૂની84 બોલમાં અણનમ 106 બનાવ્યા. જ્યારે જ્યોર્જિયાએ પણ 62 રન બનાવ્યા. આ ત્રણેય ખેલાડીઓની શાનદાર ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 410 રનનો ટાર્ગેટ આપ્યો છે.

એલિસા હીલીની ODI કારકિર્દી 

35 વર્ષીય એલિસા હીલીએ 2010માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યુ કર્યું હતું. તેણે ODIમાં 115 મેચોની 113 ઈનિંગ્સમાં 3619 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 35 હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 99 રહ્યો છે. તેણે 7 સદી અને 19 અડધી સદી ફટકારી હતી. વિમેન્સ ODI બેટ્સમેનો, જેણે 2,500થી વધુ રન બનાવ્યા હોય, તેમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ એલિસા હીલીના નામે છે.