IND vs NZ / પહેલી ODIમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, ન્યુઝીલેન્ડને હરાવીને કર્યું આ મોટું કારનામું

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વડોદરામાં રમાયેલી પ્રથમ ODIમાં ફરી એકવાર પોતાનો ક્લાસ અને અનુભવ દેખાડ્યો છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં 93 રન બનાવ્યા હતા, જોકે તે પોતાની 54મી સદીથી ચૂકી ગયો. તેની ઈનિંગથી ભારતે પ્રથમ ODI ચાર વિકેટથી જીતી અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.
શુભમન ગિલે પણ આ મેચમાં 56 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વડોદરામાં ન્યુઝીલેન્ડને હરાવીને શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ પણ રચ્યો છે. ટીમ ઈન્ડિયા ODI ક્રિકેટના ઈતિહાસમાં 20 વખત 300 કે તેથી વધુનો ટાર્ગેટ ચેઝ કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ODIમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કિવિઝે નિર્ધારિત 50 ઓવરમાં 300 રન બનાવ્યા. ડેવોન કોનવે (56), હેનરી નિકોલ્સ (62) અને ડેરિલ મિશેલ (84) એ ન્યુઝીલેન્ડને આ સ્કોર પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.
જવાબમાં ટીમ ઈન્ડિયા રન ચેઝ દરમિયાન સંપૂર્ણ નિયંત્રણમાં હોય તેવું લાગતું હતું, પરંતુ 40મી ઓવરમાં કોહલીના આઉટ થયા પછી એક પછી એક વિકેટ પડવા લાગી.
એક સમયે, ભારતને 66 બોલમાં 67 રનની જરૂર હતી અને 7 વિકેટ બાકી હતી. જોકે, જાડેજા અને શ્રેયસ અય્યરના થયા બાદ મેચ રોમાંચક બની ગઈ. કેએલ રાહુલ (29*) એ હર્ષિત રાણા (29) સાથે 37 રનની પાર્ટનરશિપ કરીને ટીમની સ્થિતિ સંભાળી.
આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયા ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 300થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ તો પહેલેથી હતી જ પરંતુ હવે તે 20 વખત આ કારનામું કરનાર વિશ્વની પહેલી ટીમ બની ગઈ છે.
ODI સૌથી વધુ વખત 300 પ્લસ રન ચેઝ
- ભારત - 20 વખત
- ઈંગ્લેન્ડ - 15 વખત
- ઓસ્ટ્રેલિયા - 14 વખત
- પાકિસ્તાન - 12 વખત
- ન્યૂન્યુઝીલેન્ડ/શ્રીલંકા - 11 વખત

