Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Nandani Sharma creates history became first player to do this

WPL 2026 / નંદિની શર્માએ રચ્યો ઈતિહાસ, ગુજરાત સામે એવું કારનામું કર્યું જે આજ સુધી કોઈ નથી કરી શક્યું

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
WPL 2026 / નંદિની શર્માએ રચ્યો ઈતિહાસ, ગુજરાત સામે એવું કારનામું કર્યું જે આજ સુધી કોઈ નથી કરી શક્યું
સોર્સ : GSTV

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ની યુવા બોલર નંદિની શર્માએ લીગના ઈતિહાસમાં કોઈએ ન કરેલું કારનામું કરી દેખાડ્યું છે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ (GG) સામે રમતી વખતે નંદિનીએ માત્ર પોતાની પહેલી હેટ્રિક જ નથી લીધી, પરંતુ તે એક જ મેચમાં પાંચ વિકેટ અને એક હેટ્રિક લેનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી પણ બની ગઈ છે.

App Store

નંદિની શર્માએ ઈતિહાસ રચ્યો

ચંદીગઢની 24 વર્ષીય ફાસ્ટ બોલર નંદિની શર્માએ રવિવાર, 11 જાન્યુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ સામે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી. મેચની 20મી ઓવરમાં જ્યારે ગુજરાત વિશાળ સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે નંદિનીની જાદુઈ બોલિંગે મેચ બદલી નાખી. તેતેણે ઈનિંગની છેલ્લી ઓવરમાં ચાર વિકેટ લીધી અને છેલ્લી ત્રણ બોલમાં ત્રણ વિકેટ સાથે પોતાની હેટ્રિક પૂર્ણ કરી.

નંદિનીએ કનિકા આહુજા, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ ઠાકુરને સતત ત્રણ બોલમાં આઉટ કરીને WPL ઈતિહાસમાં ચોથી અને ભારતીય ખેલાડી દ્વારા લેવાયેલી બીજી હેટ્રિક પોતાના નામે કરી. તેના પહેલા ફક્ત દીપ્તિ શર્માએ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. નંદિનીએ ચાર ઓવરના સ્પેલમાં 33 રન આપીને 5 વિકેટ લીધી. તે જ મેચમાં તેણે સોફી ડિવાઈનને પણ આઉટ કરીને તેને સદી ફટકારતા અટકાવી હતી.

પર્પલ કેપ કબજે કરી

નંદિની માટે મેચની શરૂઆત મુશ્કેલ રહી હતી. ગુજરાતની સોફી ડિવાઈને તેની પહેલી ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને દબાણ બનાવ્યું, પરંતુ બાદમાં તેણે પોતાની ગતિ અને વિવિધતાનો શાનદાર ઉપયોગ કર્યો, તેણે તોફાની ઈનિંગ રમી રહેલી સોફી ડિવાઈન (95 રન) ને આઉટ કરીને દિલ્હીને મોટી રાહત અપાવી.

આ શાનદાર પ્રદર્શન બાદ નંદિની શર્માએ ટુર્નામેન્ટમાં પર્પલ કેપ પણ કબજે કરી છે. જોકે દિલ્હી કેપિટલ્સને આ રોમાંચક મેચમાં 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, નંદિનીની સિદ્ધિએ તેને રાતોરાત ભારતીય ક્રિકેટની નવી સ્ટાર બનાવી દીધી છે.

નંદિની બે મેચમાં 7 વિકેટ સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારી મહિલા બોલરની યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે. અમેલિયા કેર અને નિકોલા કેરીએ 5-5 વિકેટ લીધી છે.

નંદિનીએ છેલ્લી ઓવરમાં આવી રીતે ઈતિહાસ રચ્યો

  • 19.2 - ચંદીગઢની કાશ્વી ગૌતમને હેનરીના હાથે કેચ આઉટ કરાવી
  • 19.4 - કનિકા આહુજાને લી દ્વારા સ્ટમ્પ આઉટ કરાવી
  • 19.5 - રાજેશ્વરી ગાયકવાડને બોલ્ડ કરી
  • 19.6 - રેણુકા સિંહને બોલ્ડ બોલ્ડ કરી

કોણ છે નંદિની શર્મા?

નંદિની શર્માનો જન્મ 20 સપ્ટેમ્બર, 2001ના રોજ ચંદીગઢમાં થયો હતો અને હાલમાં તે 24 વર્ષની છે. તે એક રાઈટ આર્મ મિડીયમ પેસર છે જે નવા બોલ સાથે તેના ઉત્તમ ઉછાળ અને મૂવમેન્ટ માટે જાણીતી છે. નંદનીએ ઘરેલુ ક્રિકેટમાં ચંદીગઢ મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઉત્તર ઝોન તેમજ ઈન્ડિયા-B ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું. 2025માં, તેને ચંદીગઢ સિનિયર ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

તેની બોલિંગે NCA ઈમર્જિંગ કેમ્પમાં બધાને પ્રભાવિત કર્યા હતા, જેના પછી તેણે WPL ઓક્શન પહેલા બધાનું ધ્યાન ખેંચ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 2026ના મેગા ઓક્શનમાં તેને 20 લાખ રૂપિયામાં સાઈન કરી હતી, હવે તેણે તેની બીજી મેચમાં જ ટીમનો વિશ્વાસ જીતી લીધો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે WPLમાં ડેબ્યુ કર્યું હતું અને પહેલી જ મેચમાં બે વિકેટ લઈને તેની કુશળતા સાબિત કરી હતી.