IND vs NZ: ભારતનો પહેલી વનડેમાં વિજય, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

ભારતે ન્યૂઝીલેન્ડને પહેલી વનડેમાં હરાવ્યું છે. આજે(11 જાન્યુઆરી) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરિઝનો પહેલો મુકાબલો વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 306 રન બનાવીને જીત હાંસલ કરી છે.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ
ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે અને તેઓ જીતની સાથે 2026 ની શરૂઆત કરવા જઇ રહી છે. આ ઉપરાંત વડોદરાનું કોટંબી સ્ટેડિયમ પણ પહેલીવાર મેન્સ ઇન્ટરનેશનલ મેચની મેજબાની કરી રહ્યું છે. જે આ મેદાન માટે એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. બેટર ડેવોન કોન્વે અને હેનરી નિકોલસ પહેલી વિકેટ માટે 117 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.
આ પાર્ટનરશીપ દરમિયાન બંને ખેલાડીઓ 60-60 બોલમાં પોતાની અડધી સદી પુર્ણ કરી હતી. આ પાર્ટનરશિપ હર્ષિત રાણાએ તોડી અને હેનરીને આઉટ કર્યો હતો. નિકોલ્સે 8 ચોગ્ગાની મદદથી 69 બોલમાં પોતાના 62 રન પૂર્ણ કર્યા હતા. હર્ષિત રાણાએ ત્યારબાદ કોન્વેને પણ આઉટ કર્યો હતો. કોન્વેએ 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 67 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું. 28મી ઓવરે સિરાજે વિલ યંગની વિકેટ ઝડપી લીધી હતી. યંગ માત્ર 12 રન જ બનાવી શક્યો હતો.

