Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sunil Gavaskar completes his promise and gives Jemimah Rodrigues gift

સુનીલ ગાવસ્કરે જેમિમા રોડ્રિગ્ઝને આપી ખાસ ગિફ્ટ, પૂરું કર્યું વર્લ્ડ કપ 2025માં આપેલું વચન

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સુનીલ ગાવસ્કરે જેમિમા રોડ્રિગ્ઝને આપી ખાસ ગિફ્ટ, પૂરું કર્યું વર્લ્ડ કપ 2025માં આપેલું વચન
સોર્સ : GSTV

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે 2025માં ભારતીય વિમેન્સ ટીમની દિગ્ગજ બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સને એક વચન આપ્યું હતું. વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની સેમીફાઈનલ જીત પછી, ગાવસ્કરે વચન આપ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે તેની સાથે ગીત ગાશે. જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં અણનમ 127 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

App Store

સુનીલ ગાવસ્કરે જેમીમાને એક ખાસ ભેટ આપી

સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને તેની પ્રથમ ICC ટ્રોફી જીતી. હવે ગાવસ્કરે પોતાનું વચન પૂરું કરતા જેમિમાને એક અદ્ભુત ગિફ્ટ આપી છે. તેણે દિલ્હી કેપિટલ્સ (DC) ની કેપ્ટનને બેટ આકારનું ગિટાર ગિફ્ટમાં આપ્યું છે. જેમિમાએ તેનું નામ 'બેટર' રાખ્યું. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આખી ક્ષણનો એક વીડિયો શેર કર્યો છે.

જેમિમાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટો શેર કરતા જેમિમાએ લખ્યું, "સુનીલ સરએ પોતાનું વચન પાળ્યું અને અમે અત્યાર સુધીના સૌથી કૂલ બેટર સાથે જેમિંગ કર્યું. તે ખૂબ જ ખાસ હતું." જેમિમાને ગિટાર વગાડવાનું ખૂબ ગમે છે અને તે ઘણીવાર ખેલાડીઓ સાથે રમતી જોવા મળે છે. ગાવસ્કરે યુવા ક્રિકેટર સાથે ફિલ્મ શોલેનું 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગીત ગાયું હતું. ફેન્સ તેમના ગીતનો વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જેમિમા WPL 2026 માં દિલ્હીની કેપ્ટનશીપ કરશે

જેમિમા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં દિલ્હી કેપિટલ્સ (DC) ની કેપ્ટનશિપ કરશે. દિલ્હી શનિવારે તેની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. જેમિમાએ 27 WPL મેચોમાં 139.67ના સ્ટ્રાઈક રેટથી 507 રન બનાવ્યા છે. તે લીગની ત્રણેય સિઝનની ફાઇનલમાં રમનાર ખેલાડીઓમાંથી એક છે.