Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill breaks silence on T20 world cup snub

T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થવા પર શુભમન ગિલે તોડ્યું મૌન, ODI સિરીઝ પહેલા કહી મનની વાત

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થવા પર શુભમન ગિલે તોડ્યું મૌન, ODI સિરીઝ પહેલા કહી મનની વાત
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. BCCIએ આ ICC ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલનો આ ટીમમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. એશિયા કપ 2025થી શુભમન T20 ફોર્મેટમાં ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન હતો, પરંતુ ખરાબ ફોર્મને કારણે તેને ભારતની T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. દરમિયાન, T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ શુભમન ગિલે પોતાનું મૌન તોડ્યું છે.

App Store

T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થવા અંગે શુભમન ગિલે શું કહ્યું?

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ શરૂ થતા પહેલા શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. જેમાં તેને T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા અંગે પૂછવામાં આવ્યું હતું. જવાબ આપતાં તેણે કહ્યું, "હું ત્યાં જ છું જ્યાં મારે હોવું જોઈએ અને મારા નસીબમાં જે લખ્યું છે તે કોઈ નથી છીનવી શકતું. એક ખેલાડી હંમેશા માને છે કે તે દેશ માટે પોતાનું શ્રેષ્ઠ આપશે અને સિલેક્ટર્સે પોતાનો નિર્ણય લીધો છે. હું તેના નિર્ણયનું સન્માન કરું છું અને T20 વર્લ્ડ કપ માટે ટીમને શુભેચ્છા પાઠવું છું."

શુબમનનું 2025માં ટી20Iમાં પ્રદર્શન નિરાશાજનક હતું

શુભમન 2025માં ભારત માટે કુલ 15 T20I મેચ રમ્યો, જેમાં તેણે 24.25ની એવરેજ અને 137.26ના સ્ટ્રાઈક રેટથી માત્ર 219 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તે એક પણ અડધી સદી નહતો ફટકારી શક્યો. તેને ઓપનર તરીકે સતત તકો મળતી રહી, પરંતુ તે તકોનો લાભ લેવામાં નિષ્ફળ ગયો, જેના કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો. ગિલે અત્યાર સુધીમાં ભારત માટે 36 T20Iમાં 28.03ની એવરેજથી 869 રન બનાવ્યા છે. હાલમાં તેનું ધ્યાન ન્યુઝીલેન્ડ સામેની આગામી ODI સિરીઝ પર છે.

અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન બનશે

T20 વર્લ્ડ કપમાંથી ગિલના બહાર થયા બાદ અક્ષર પટેલને T20 ટીમના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ભારત ઘરઆંગણે પોતાના T20 વર્લ્ડ કપ ટાઈટલને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરશે. T20વર્લ્ડ કપમાં 2024માં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને 2007 પછી પહેલો T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતા.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર).