IND vs NZ / ક્યારે-ક્યાં અને કેવી રીતે ફ્રીમાં જોઈ શકશો પહેલી ODI મેચ? અહીં જાણો લાઈવ ટેલિકાસ્ટની વિગતો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાવાની છે. સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો પહેલાથી જ આ મેચ માટે તૈયારી કરી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ભારત તરફથી રમતા જોવા મળશે. પહેલી મેચ બરોડાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે.
મેચ ક્યારે અને ક્યાં જોવી?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ બરોડામાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 1:00 વાગ્યે થશે. મેચ JioHotstar પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ફેન્સ DD સ્પોર્ટ્સ પર ફ્રીમાં મેચનો આનંદ માણી શકે છે.
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની વાપસી
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં ભાગ નહતો લીધો. બંને ખેલાડીઓ ઈજાનો સામનો કરી રહ્યા હતા. હવે આ બંને ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં વાપસી કરવા માટે તૈયાર છે.
પહેલી ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ODI સિરીઝ માટે બંને ટીમોની સ્કવોડ
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.
ન્યુઝીલેન્ડ: માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદિત્ય અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેક ફોલ્કેસ, મિચ હે, કાઈલ જેમીસન, નિક કેલી, જેડેન લેનોક્સ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રે, વિલ યંગ.

