Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Tilak Varma shares health update after his surgery

સર્જરી કરાવ્યા બાદ તિલક વર્માએ પહેલીવાર આપ્યું હેલ્થ અપડેટ, મેદાનમાં વાપસીને લઈને કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સર્જરી કરાવ્યા બાદ તિલક વર્માએ પહેલીવાર આપ્યું હેલ્થ અપડેટ, મેદાનમાં વાપસીને લઈને કર્યો ખુલાસો
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન તિલક વર્માની ઈજાએ T20 વર્લ્ડ કપ 2026માં તેની ભાગીદારી અંગે સસ્પેન્સ બનાવ્યું હતું, પરંતુ હવે થોડી રાહત મળી છે. બેટ્સમેને પોતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિટનેસ અંગે અપડેટ આપ્યું હતું, જે તેના ફેન્સ માટે રાહત છે.

App Store

તિલકે પોતે અપડેટ આપ્યું

તિલકે સોશિયલ મીડિયા પર પોતાની રિકવરી અંગે અપડેટ શેર કર્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, "તમારા બધાના અપાર પ્રેમ બદલ આભાર. હું રિકવરીના માર્ગ પર છું અને તમે કલ્પના પણ કરી શકો તે પહેલાં હું મેદાન પર પાછો ફરીશ."

ટૂંક સમયમાં ટ્રેનિંગ ફરી શરૂ કરશે

બેટ્સમેન 7થી 10 દિવસમાં ફિઝિકલ ટ્રેનિંગ ફરી શરૂ કરવા માટે તૈયાર છે, તેના બાળપણના કોચ સલામ બાયશે તેની પુષ્ટિ આપી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તે એક નાની ઈજા છે. કંઈ ગંભીર નથી અને તે T20 વર્લ્ડ કપ મિસ નહીં કરે."

શું સમસ્યા હતી?

તિલકની બુધવાર, 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં ટેસ્ટિક્યુલર ટોર્સિયન માટે સર્જરી કરાવવામાં આવી હતી. વિજય હજારે ટ્રોફી માટે હૈદરાબાદ ટીમ સાથે હતા ત્યારે પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ 23 વર્ષીય ખેલાડીને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કોચે કહ્યું, "તે 7થી 10 દિવસમાં ફરી ટ્રેનિંગશરૂ કરશે."

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

BCCIએ ગુરુવારે સાંજે પુષ્ટિ આપી હતી કે બેટ્સમેન ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ 3 મેચ ગુમાવશે. BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તિલક વર્માને ગુરુવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે શુક્રવારે હૈદરાબાદ પરત ફરશે. તે હાલમાં સ્થિર છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે."

ન્યુઝીલેન્ડ સામે રમવા અંગે નિર્ણય લેવામાં આવશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તિલક ફિઝિકલ ટ્રેનિંગ ફરી શરૂ કરશે અને ધીમે ધીમે સ્કિલ બેઝ્ડ એક્ટિવિટીમાં પાછો ફરશે જ્યારે તેના લક્ષણો સંપૂર્ણપણે ઠીક થઈ જશે અને હીલિંગ પ્રક્રિયા સંતોષકારક હશે. તે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ 3 T20Iમાંથી બહાર છે. બાકીની બે મેચ માટે તેની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન ટ્રેનિંગ અને સ્કિલ ફેઝમાં તેની પ્રગતિના આધારે કરવામાં આવશે."

તિલક ઉત્તમ ફોર્મમાં

તિલક છેલ્લા છ મહિનાથી ભારતની T20I ટીમનો નિયમિત ભાગ રહ્યો છે અને તેણે તાજેતરના ત્રણેય અસાઈનમેન્ટમાં ભાગ લીધો છે, સપ્ટેમ્બરમાં એશિયા કપ, ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની અવે T20I સિરીઝ અને ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામેની હોમ T20I સિરીઝ. ગયા વર્ષે તેણે 18 ઈનિંગ્સમાં 47.25ની એવરેજ અને 129.15ના સ્ટ્રાઈક રેટથી 567 રન બનાવ્યા હતા.