Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI officials hold meeting amid tensions with Bangladesh

બાંગ્લાદેશ સાથેના તણાવ વચ્ચે BCCI અધિકારીઓએ યોજી મીટિંગ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
બાંગ્લાદેશ સાથેના તણાવ વચ્ચે BCCI અધિકારીઓએ યોજી મીટિંગ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા
સોર્સ : GSTV

BCCIના ટોપ અધિકારીઓએ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સની કામગીરીની સમીક્ષા કરી અને ઈન્ડિયા-A અને ઈન્ડિયા અંડર-19 ટીમ માટે ભવિષ્યના પ્રવાસોને સરળ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. BCCI સચિવ દેબજીત સૈકિયાએ આ અંગે માહિતી આપી. સેન્ટર ઓફ એક્સેલન્સ એપ્રિલથી શરૂ થઈ ગયું છે, પરંતુ કેટલાક મુખ્ય તકનીકી પદ ખાલી ચે, જેમાં શિક્ષા અને રમતગમત વિજ્ઞાનના વડાનું પદ સામેલ છે.

App Store

મુંબઈમાં થયેલી બેઠકમાં BCCI પ્રમુખ મિથુન મનહાસ, ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને CoE ક્રિકેટ વડા વીવીએસ લક્ષ્મણ હાજર હતા. સૈકિયાએ કહ્યું, "અમે CoEમાં ખાલી પદો પર ચર્ચા કરી અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો. વિશ્વભરમાં ટેકનિકલ સ્ટાફની અછત છે, પરંતુ અમે શક્ય તેટલી ઝડપથી આ પદો ભરીશું."

તેમણે ઉમેર્યું કે, "CoEની તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરવાનો પણ આ યોગ્ય સમય છે. ત્યાં તર્ણ મેદાનો પર મેચ રમાઈ રહી છે, જેમાં વિજય હજારે ટ્રોફીની મેચ પણ સામેલ છે. અમે ભવિષ્યમાં A ટીમના પ્રવાસનું શેડ્યૂલ કેવું હોવું જોઈએ તેની પણ ચર્ચા કરી." તેમણે કહ્યું કે, "ક્યારેક A ટીમ અને સિનિયર ટીમ એક જ સમયે પ્રવાસ કરે છે. અમારે તે ખાતરી કરવાની જરૂર છે કે આવું ન થાય. A ટીમોના પ્રવાસ ભવિષ્યના ક્રિકેટર માટે જરૂરી છે."

બાંગ્લાદેશના મુદ્દા પર BCCI સચિવે આ વાત કહી

બાંગ્લાદેશે ICCને તેની T20 વર્લ્ડ કપ મેચો ભારતની બહાર ખસેડવાની વિનંતી કરી છે, પરંતુ સૈકિયાએ કહ્યું કે, "આ મુદ્દા પર કોઈ ચર્ચા નથી થઈ. તેમણે કહ્યું કે આ બેઠક CoE અને અન્ય બાબતો વિશે હતી. તે મુદ્દા પર ચર્ચા કરવી અમારા અધિકારક્ષેત્રમાં નથી. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય ICC પાસે છે."