Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India vs New Zealand first ODI match pitch report

IND vs NZ / આ સ્ટેડિયમમાં પહેલી વખત રમશે ભારતીય મેન્સ ટીમ, જાણો બેટ્સમેન કે બોલર કોનો રહેશે દબદબો

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / આ સ્ટેડિયમમાં પહેલી વખત રમશે ભારતીય મેન્સ ટીમ, જાણો બેટ્સમેન કે બોલર કોનો રહેશે દબદબો
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી રમાવાની છે. આ સિરીઝની પહેલી મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. કોટંબી સ્ટેડિયમ પહેલીવાર ભારતીય મેન્સ ટીમની મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી આ મેદાન પર ફક્ત વિમેન્સ આંતરરાષ્ટ્રીય મેચ જ યોજાઈ છે. અહીં સ્થાનિક ક્રિકેટ મેચોનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે તે મેન્સ ટીમ માટે આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરશે. તેથી બધાની નજર તેની પિચ પર છે.

App Store

ક્રિકેટમાં પિચ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટીમો આ પરિબળના આધારે તેમની પ્લેઈં ઈલેવન પસંદ કરે છે અને નક્કી કરે છે કે પિચ સ્પિનર્સ, ફાસ્ટ બોલર્સ કે બેટ્સમેનને અનુકૂળ રહેશે કે નહીં. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વડોદરા પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ કરી રહી છે. સ્વાભાવિક રીતે બંને ટીમોની નજર પિચ પર છે.

પિચ કેવી હશે?

ઘરેલુ મેચો અને વિમેન્સ ટીમની મેચોને ધ્યાનમાં લેતા અહીંની પિચ બેટિંગ-ફ્રેન્ડલી લાગે છે. ડિસેમ્બર 2024માં અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વિમેન્સ ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ હતી, જેમાં ભારતે બે મેચમાં સરળતાથી 300 રનનો આંકડો પાર કરી લીધો હતો. આ સૂચવે છે કે બેટ્સમેનને વધુ ફાયદો મળે છે. આવી સ્થિતિમાં ફેન્સને રનોનો વરસાદ જોવા મળે તો આશ્ચર્યની વાત નહીં હોય.

ટોસ જીત્યા પછી દરેક ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. તેનું કારણ ઝાકળ છે. ભારતમાં અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, તેથી રાત્રે ઝાકળ પડે છે, જેના કારણે બોલ પકડવામાં મુશ્કેલી પડે છે. બીજી ઈનિંગમાં બોલ સરળતાથી બેટ પર આવે છે અને બોલર્સને તેમની લાઈન અને લેન્થ જાળવવામાં સમસ્યા આવે છે. તેથી, ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ ખેલાડીઓ પર હશે નજર

આ સિરીઝમાં મોટાભાગના ફેન્સની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે, જેઓ હવે ફક્ત ODI રમે છે. આ સિરીઝ પછી તેઓ IPLમાં અને પછી જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જોવા મળશે. ટીમ ઈન્ડિયાનો નવો ODI કેપ્ટન શુભમન ગિલ પણ આ સિરીઝમાં વાપસી કરી રહ્યો છે. કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં તેને ઈજા થઈ હતી, જેના કારણે તે ODI સિરીઝમાં પણ નહતો રમી શક્યો. તે હવે પાછો ફર્યો છે. ODI ટીમનો વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો અને તે પણ આ સિરીઝમાં વાપસી કરી રહ્યો છે.