Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Washington Sundar ruled out of ODI series against New Zealand

IND vs NZ / બીજી ODI પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, સિરીઝમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / બીજી ODI પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, સિરીઝમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર
સોર્સ : GSTV

ભારતીય ટીમે વડોદરામાં પ્રથમ ODIમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને સિરીઝની શરૂઆત જીત સાથે કરી. સિરીઝની બીજી ODI 14 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટમાં રમાવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

App Store

સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ન્યુઝીલેન્ડ સામેની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. તેની ફિટનેસ અંગેના અપડેટમાં જણાવાયું છે કે તેનું સ્કેન કરવામાં આવ્યું છે. તે પાંસળીમાં દુખાવો અનુભવી રહ્યો છે, જેના કારણે તે સિરીઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

વોશિંગ્ટન સુંદર ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો

સુંદર પ્રથમ ODIમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે પાંચ ઓવર બોલિંગ કર્યા પછી મેદાન છોડી ગયો. તેની જગ્યાએ ધ્રુવ જુરેલ સબસ્ટિટ્યુટ ફિલ્ડર તરીકે મેદાનમાં આવ્યો હતો. આ પછી વોશિંગ્ટન સુંદર બેટિંગ કરી શકશે કે નહીં તે અંગે થોડી અનિશ્ચિતતા હતી, પરંતુ જ્યારે ભારતે ટાર્ગેટ ચેઝ કરતી વખતે અંતિમ ઓવરોમાં ઝડપથી વિકેટ ગુમાવી દીધી ત્યારે સુંદરને મેદાનમાં આવવાની ફરજ પડી.

સુંદરે 7 બોલમાં 7 રન બનાવ્યા, પરંતુ રન લેતી વખતે અસ્વસ્થતા દેખાઈ રહ્યો હતો. છેલ્લે કેએલ રાહુલે મેચને ભારતની તરફેણમાં પૂરી કરી, જેનાથી ટીમને સિરીઝમાં 1-0ની લીડ મળી.

સુંદરનું આ સિરીઝમાંથી બહાર થવું એટલે પણ મોટો ઝટકો છે, કારણ કે સુંદર 7 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપની સ્કવોડનો ભાગ છે. ICC ટુર્નામેન્ટ પહેલા સુંદરની ઈજા ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ બની ગઈ છે.

ભારતે પ્રથમ ODI જીતી

વિરાટ કોહલી (93) ફરી એકવાર પોતાનો ક્લાસ અને અનુભવ દર્શાવ્યો, પરંતુ તે તેની 54મી સદીચૂકી ગયો. જોકે, તેની ઈનિંગથી ભારતને પ્રથમ ODIમાં ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટથી રોમાંચક જીત મેળવવામાં મદદ મળી. કેપ્ટન શુભમન ગિલે પણ 56 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ 301 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારતે છેલ્લી કેટલીક ઓવરમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. 

રન ચેઝ વખતે ભારત સંપૂર્ણ નિયંત્રણમાં દેખાતું હતું, પરંતુ 40મી ઓવરમાં કોહલીના આઉટ થયા પછી, એક પછી એક વિકેટો પડી રહી હતી. એક સમયે ભારતને 66 બોલમાં 67 રનની જરૂર હતી અને 7 વિકેટ બાકી હતી. આ પછી જાડેજા અને શ્રેયસ અય્યર પણ વહેલા આઉટ થઈ ગયા, જેના કારણે મેચ રોમાંચક બની ગઈ. કેએલ રાહુલ (29*) એ હર્ષિત રાણા (29) સાથે 37 રનની પાર્ટનરશિપ કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી. આ પછી ભારતને ૯બોલ્મ 9 રન જોતા હતા ત્યારે કેએલ રાહુલે 49મી ઓવરના છેલ્લા 3 બોલમાં બે ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી.