T20 World Cup: એન્ટિગુઆની પીચ ભારતને અપાવી શકે છે જીત, જાણો બાંગ્લાદેશ માટે કેટલું મુશ્કેલભર્યું હશે
T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એન્ટિગુઆમાં મેચ રમાશે. ટીમ ઈન્ડિયા અગા

T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એન્ટિગુઆમાં મેચ રમાશે. ટીમ ઈન્ડિયા અગાઉ અફઘાનિસ્તાનને હરાવી ચૂક્યું છે. હવે તે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. રિપોર્ટ મુજબ એન્ટિગુઆની પિચ લો સ્કોરિંગ હોઈ શકે છે. આનો ફાયદો ભારતને મળી શકે છે. અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ ઈન્ડિયા માટે જીસ આસાન બનાવી શકે છે. ભારતીય સ્પિનરો બાંગ્લાદેશ માટે મુસિબત બની શકે છે.
એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 100 રનથી ઓછો છે. એટલે આ મેચ પણ લો સ્કોરિંગ પણ હોઈ શકે છે. જો આવું થશે તો ટીમ ઈન્ડિયાને જીતવામાં કોઈ મુશ્કેલી નહીં આવે તેવી આશા છે. ભારતીય બેટ્સમેન આવી પીચો પર રમવા માટે ટેવાયેલા છે. ટીમ ઈન્ડિયાએ નાસાઉ કાઉન્ટીમાં પણ મેચ રમીને જીત નોંધાવી હતી.
ટીમ ઈન્ડિયાની સુપરસ્ટાર સ્પિનરોની ફોજ બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધારી શકે છે. કુલદીપ યાદવ ફોર્મમાં છે. જેણે ઘણી વખત શાનદાર બોલિંગ કરી છે. અફઘાનિસ્તાન સામે પણ તે રમ્યો હતો. કુલદીપની સાથે અક્ષર પટેલ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો અનુભવી રવિન્દ્ર જાડેજા પણ છે. હાલની પરિસ્થિતિઓ જોતાં બાંગ્લાદેશ સામે ભારતનું પલ્લું ભારે પડી શકે છે.
જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8ના ગ્રુપ 1ના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે. ભારતે અફઘાનિસ્તાન સામે 1 મેચ રમીને જીત નોંધાવતા નેટ રન રેટ +2.350 છે. ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે. તેણે એક મેચમાં જીત નોંધાવતા નેટ રન રેટ +2.471 છે. ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. તેના 4 પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝ બીજા સ્થાને છે.






