મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થતા આ મેચમાંથી થયો બહાર

શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ટીમના ખેલાડીઓ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે

IND vs BAN સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થતા આ મેચમાંથી થયો બહાર

શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ટીમના ખેલાડીઓ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંતુ આ સીરિઝ પહેલા સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. સૂર્યા ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. સૂર્યકુમાર યાદવનું વર્ચસ્વ ટેસ્ટ અને વનડેમાં નહીં પરંતુ શોર્ટ ફોર્મેટમાં છે. બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા સૂર્યા પાસે પોતાને સાબિત કરવાની શાનદાર તક હતી. પરંતુ હવે તે હાથમાંથી નીકળી ગઈ છે. સૂર્યાની ઈજાના કારણે તે દુલીપ ટ્રોફીની પહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે.

5 સપ્ટેમ્બરે થશે ટીમની એનાઉન્સમેન્ટ

5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફીનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ઘણા મોટા ચહેરાઓ જોવા મળી શકે છે. સૂર્યા પણ આ ટૂર્નામેન્ટનો એક ભાગ હતો. ભારતીય ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટ સીરિઝ માટે પોતાનો દાવો રજૂ કરવા ઈચ્છશે. BCCI ટૂંક સમયમાં ભારત અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરશે.

સૂર્યા પહેલી મેચમાંથી બહાર

સૂર્યકુમાર યાદવ પહેલા જ દુલીપ ટ્રોફીની પહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. તેણે તાજેતરમાં જ બુચી બાબુ ટૂર્નામેન્ટ રમી હતી જેમાં તેને હાથમાં ઈજા થઈ હતી. સ્કાય ઈજાના કારણે પહેલી મેચમાંથી બહાર છે. તે હવે એનસીએ જશે અને તેની ઈજાના સાજા થવાની રાહ જોશે.

ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઉત્સુક હતો સૂર્યા

સૂર્યકુમાર યાદવને T20નો કિંગ કહેવો ખોટું નહીં હોય. છેલ્લા કેટલાક વર્ષોમાં સૂર્યાએ આ ફોર્મેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ હાંસલ કરવા માટે મોટા બેટ્સમેનો સખત મહેનત કરતા જોવા મળ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા તેણે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર એક ટેસ્ટ મેચ રમી છે. જેમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ઈજામાંથી પરત ફર્યા બાદ સૂર્યા કેવું પ્રદર્શન કરે છે.

આ સમાચાર શેર કરો