મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદની જીત, રાજસ્થાનને 44 રનથી હરાવ્યું

IPL 2025ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે તેમને 44

SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદની જીત, રાજસ્થાનને 44 રનથી હરાવ્યું

IPL 2025ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે તેમને 44 રને હરાવ્યા. ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કર્યું.

IPL 2025ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું. તેના માટે ઇશાન કિશને સદી ફટકારી. જ્યારે હર્ષલ પટેલ અને સિમરજીત સિંહે બે-બે વિકેટ લીધી.

પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા. આ દરમિયાન ઈશાન કિશને અણનમ સદી ફટકારી. તેણે 47 બોલમાં 106 રન બનાવ્યા. ઈશાન કિશને 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ટ્રેવિસ હેડે 67 રનની ઇનિંગ રમી. ક્લાસેન 34 રન બનાવ્યા.

રાજસ્થાન તરફથી સંજુ સેમસને 66 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે 37 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ધ્રુવ જુરેલે 35 બોલમાં 70 રન બનાવ્યા. તેણે 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા.

હૈદરાબાદે રાજસ્થાનને 287 રનનો આપ્યો ટાર્ગેટ

સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો છે. તેણે IPLના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા છે. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને અણનમ સદી ફટકારી છે. તેણે 47 બોલમાં 106 રન બનાવ્યા છે. ઈશાને 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. નીતિશ રેડ્ડીએ 30 રન અને ક્લાસેનએ 34 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 44 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. થીક્ષણાએ 2 વિકેટ લીધી. બીજી તરફ જોફ્રા આર્ચર IPLનો સૌથી મોંઘો સ્પેલ ફેંકનારો બોલર બન્યો છે. તેણે 4 ઓવરમાં 76 રન આપ્યા છે.

ઈશાન કિશને ફટકારી ધમાકેદાર સદી

હૈદરાબાદે ઈશાનને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને પહેલી જ મેચમાં ઈશાને તેને નફાકારક સોદો સાબિત કરી દીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ઈશાન કિશને ધૂંઆધાર બેટિંગ કરી છે. છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા ઈશાન કિશને IPL 2025ની પોતાની પહેલી જ મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 45 બોલમાં સદી ફટકારીને ઇશાને કમબેક કર્યું છે. હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ઈશાને 19મી ઓવરમાં 2 રન લઈને IPL 2025 અને તેના આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.

છેલ્લા કેટલાક સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેલા ઈશાન કિશનએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પોતાની પહેલી જ મેચમાં બોલરોને ધોઈ નાખ્યા.

સૌથી ઝડપી 14.1 ઓવર્સમાં 200 રન પૂરા કરી RCBની બરાબરી કરી

ટ્રેવીસ હેડે IPL 2024 ની જેમ આ વખતે પણ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 21 બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી અને 31 બોલમાં 67 રન ફટકાર્યા હતા. તો કિશને 25 બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી. RCBની ટીમે 2016માં RCB vs PBKSની મેચમાં 14.1 ઓવર્સમાં 200 રન પૂરા કર્યા હતા. આ રેકોર્ડની બરાબરી SRHની ટીમે 9 વર્ષ પછી કરી છે અને રાજસ્થાન રોયલ્સ સામે 14.1 ઓવર્સમાં જ 200 રન પૂરા કર્યા હતા.

IPLના ઇતિહાસના 5 સૌથી મોટા ટીમ સ્કોર

1) SRH  - 287/3 - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે - 2024

2) SRH - 286/6 - રાજસ્થાન રોયલ્સ સામે - આજે

3) SRH - 277/3 - મુંબઈ ઈન્ડિયન્સ સામે - 2024

4) KKR - 272/7 - દિલ્હી કેપિટલ્સ સામે - 2024

5) SRH - 266/7 - દિલ્હી કેપિટલ્સ સામે - 2024

આ સમાચાર શેર કરો