મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ENG vs SA / સેમિફાઈનલની નજીક પહોંચ્યું સાઉથ આફ્રિકા, રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી છીનવી જીત

ICC T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 રાઉન્ડના ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે એક રોમા

ENG vs SA / સેમિફાઈનલની નજીક પહોંચ્યું સાઉથ આફ્રિકા, રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી છીનવી જીત

ICC T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 રાઉન્ડના ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા ખાતે રમાઈ હતી. આ મેચ જીતીને સાઉથ આફ્રિકાની ટીમે સેમીફાઈનલ તરફ પોતાનું પગલું ભર્યું છે. હવે તે સેમિફાઇનલમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે.

સાઉથ આફ્રિકાએ 163 રન બનાવ્યા હતા

આ મેચમાં ટોસ હાર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. આ સમયગાળા દરમિયાન ક્વિન્ટન ડી કોકે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવ્યા હતા. આ દરમિયાન ક્વિન્ટન ડી કોકે 65 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડી કોક ઉપરાંત ડેવિડ મિલરે 28 બોલમાં 43 રનની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આદિલ રાશિદ અને મોઈન અલીના ખાતામાં 1-1 વિકેટ હતી.

આફ્રિકન બોલરોએજીતાડી મેચ

164 રનના ટાર્ગેટના જવાબમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર લડત આપી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. આ ટાર્ગેટના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 156 રન બનાવી શકી અને 7 રનથી મેચ હારી ગઈ. ઈંગ્લેન્ડની ટીમ 18મી ઓવર સુધી મેચમાં છવાયેલી હતી, પરંતુ આફ્રિકન બોલરોએ છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરી અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયા. ઈંગ્લેન્ડને અંતિમ 18 બોલમાં 6 વિકેટ બાકી રહેતા 24 રન બનાવવાના હતા, પરંતુ આફ્રિકન બોલરોએ ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું.

રબાડા-મહારાજની બોલિંગનો જાદુ 

આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમના સૌથી સફળ બોલર કગીસો રબાડા અને કેશવ મહારાજ રહ્યા હતા. બંને ખેલાડીઓને 2-2 સફળતા મળી હતી. જ્યારે ઓટનીએલ બાર્ટમેન અને એનરિક નોરખિયાને 1-1 વિકેટ મળી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. આ સિવાય લિયામ લિવિંગસ્ટને 17 બોલમાં 33 રનની ઈનિંગ રમી હતી. પરંતુ આ બંને ખેલાડીઓએ છેલ્લી ઓવરોમાં પોતાની વિકેટ ગુમાવી હતી જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો