Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Smriti Mandhana Palash Muchhal: Smriti and Palash danced hard, the couple's dance video went viral

Smriti Mandhana Palash Muchhal: સ્મૃતિ અને પલાશે જોરદાર ડાન્સ કર્યો, કપલનો ડાન્સ વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Smriti Mandhana Palash Muchhal: સ્મૃતિ અને પલાશે જોરદાર ડાન્સ કર્યો, કપલનો ડાન્સ વીડિયો વાયરલ
સોર્સ : GSTV

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના આજે લગ્ન છે. શનિવારે સંગીત સમારોહમાં મહિલા ખેલાડીઓ જેમિમા અને રેણુકાએ દુલ્હન સ્મૃતિ અને વરરાજા પલાશ માટે ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતુ. આ દરમિયાન સ્મૃતિ અને પલાશનો બોલિવૂડ ગીત (તેનુ લેકે મેં જાવાંગા) પર ડાન્સ કરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

App Store

સ્મૃતિ અને પલાશનો ડાન્સ વાયરલ

વાયરલ વીડિયોમાં, સ્મૃતિ મંધાના માળા સાથે સ્ટેજ પર જાય છે અને પલાશને માળા પહેરાવે છે. આ ડાન્સ "તેનુ લે કે મેં જાવાંગા" પર કરવામાં આવ્યો હતો. જેના પર કપલ ફૂલ જોશમાં નાચતું જોવા મળે છે.

સ્મૃતિ અને પલાશના લગ્ન ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. તેમના લગ્ન આજે, 23 નવેમ્બરના રોજ છે. તેમી હલ્દી સેરેમની ગુરુવારે અને મહેંદી સેરેમની શુક્રવારે યોજાઈ હતી. તેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેમાં બધી મહિલા ખેલાડીઓ લગ્નનો આનંદ માણી રહી છે. શનિવારે સંગીત સમારોહ યોજાયો હતો, જ્યાં સ્મૃતિ અને પલાશના પરિવાર અને મિત્રોએ ડાન્સ કર્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ પણ આ સંગીત સંધ્યામાં હાજર રહી હતી, જેમાં અમુક ખેલાડીઓએ "તેરા યાર હું મેં" પર સ્મૃતિ માટે ડાન્સ રજૂ કર્યો હતો.

આજે સ્મૃતિ બનશે પલાશની દુલ્હન

સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ આજે લગ્ન કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, બંને 2019થી એકબીજાને ઓળખે છે. ODI વર્લ્ડ કપ દરમિયાન, સમાચાર આવ્યા હતા કે મંધાના પલાશ સાથે લગ્ન કરવા જઈ રહી છે. નોંધનીય છે કે, પલાશ ઇન્દોરનો રહેવાસી છે અને જાણીતી સિંગર પલક મુછલનો ભાઈ છે.