Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Cricket Australia suffered loss after Perth Test ended in two days

Ashes 2025 / પર્થ ટેસ્ટ બે દિવસમાં સમાપ્ત થઈ જતા ઓસ્ટ્રેલિયાને થયું નુકસાન, બોર્ડે કરવું પડશે આ કામ

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ashes 2025 / પર્થ ટેસ્ટ બે દિવસમાં સમાપ્ત થઈ જતા ઓસ્ટ્રેલિયાને થયું નુકસાન, બોર્ડે કરવું પડશે આ કામ
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સિરીઝની શરૂઆત શાનદાર રહી, પર્થ સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી મેચ ફક્ત બે દિવસમાં જ સમાપ્ત થઈ. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી શાનદાર જીત મેળવી, પરંતુ તેના ક્રિકેટ બોર્ડને ચોક્કસપણે નુકસાન થયું છે. પર્થ ટેસ્ટના પહેલા ત્રણ દિવસની ટિકિટો સંપૂર્ણપણે વેચાઈ ગઈ હતી અને ચોથા દિવસની ટિકિટોનો પણ મોટો ભાગ વેચાઈ ગયો હતો. પરિણામે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હવે આ ટિકિટોના પૈસા પાછા આપવા પડશે.

App Store

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પહેલેથી જ નાણાકીય નુકસાનમાં છે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં તેનો વાર્ષિક નાણાકીય અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં તેને ભારે નુકસાન થયું હતું. બોર્ડે તેના માટે ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે. તેને એશિઝ સિરીઝએ તેની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ તક મળી હતી, ત્યારે હવે પર્થ ટેસ્ટ ફક્ત બે દિવસમાં સમાપ્ત થવાથી ફરીથી ભારે નુકસાન થયું છે. પર્થ ટેસ્ટ જોવા માટે બે દિવસમાં કુલ 1,01,514 લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેમાં પહેલા દિવસે 51,531 ફેન્સ અને બીજા દિવસે 49,983 ફેન્સનો આવ્યા હતા.

પર્થ ટેસ્ટને આશરે 18 કરોડ રૂપિયાનું નુકસાન

એક રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડ સામેની પર્થ ટેસ્ટ બે દિવસમાં સમાપ્ત થવાને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને 17.36 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન ત્રીજા અને ચોથા દિવસની ટિકિટ વેચાણ સાથે સંબંધિત છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ઘણા જુદા જુદા ગ્રુપ્સ માટે મુશ્કેલ છે, સૌ પ્રથમ અમારા બ્રોડકાસ્ટર્સ માટે. આ સિવાય ટિકિટ સેલ, અમારા પાર્ટનર્સ અને સ્પોન્સર્સ પણ સામેલ છે, જેમને આ સિરીઝથી આર્થિક રીતે ઘણી અસર થશે." તમને જણાવી દઈએ કે હવે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 4 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે.