Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia wins first Ashes Test in two days Travis Head hits century

AUS vs ENG / માત્ર બે દિવસમાં પહેલી ટેસ્ટ જીતી ગઈ ઓસ્ટ્રેલિયન ટીમ, ટ્રેવિસ હેડે ફટકારી તોફાની સદી

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
AUS vs ENG / માત્ર બે દિવસમાં પહેલી ટેસ્ટ જીતી ગઈ ઓસ્ટ્રેલિયન ટીમ, ટ્રેવિસ હેડે ફટકારી તોફાની સદી
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી એશિઝ ટેસ્ટનો નિર્ણય ફક્ત બે દિવસમાં થયો. શનિવારે પર્થમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી જીત મેળવી હતી. ટ્રેવિસ હેડની તોફાની સદીએ ઈંગ્લેન્ડને તબાહ કરી દીધું. ઓસ્ટ્રેલિયાએ 205 રનનો ટાર્ગેટ માત્ર 28.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ઓપનર તરીકે મેદાનમાં ઉતરેલા હેડે 83 બોલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 123 રન બનાવ્યા હતા. હેડે 69 બોલમાં તેની 10મી ટેસ્ટ સદી પૂરી કરી, જે ટેસ્ટ ઈતિહાસમાં સંયુક્ત રીતે પાંચમી સૌથી ઝડપી સદી બની.

App Store

ટાર્ગેટ ચેઝ કરતા, ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. હેડ અને જેક વેધરાલ્ડ (34 બોલમાં 23) એ પ્રથમ વિકેટ માટે 75 રન ઉમેર્યા. બ્રાયડન કાર્સે 12મી ઓવરમાં વેધરાલ્ડને આઉટ કર્યો. ત્યારબાદ હેડે માર્નસ લાબુશેન સાથે બીજી વિકેટ માટે 117 રનની પાર્ટનરશિપ કરીને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું. કાર્સે 27મી ઓવરમાં હેડને આઉટ કર્યો હતો. જ્યારે લાબુશેન 49 બોલમાં 51 રન બનાવીને અણનમ રહ્યો, તેણે છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ ચાર બોલમાં બે રન બનાવીને અણનમ રહ્યો હતો.

પર્થ ટેસ્ટના પહેલા દિવસે 19 વિકેટ પડી હતી, જ્યારે બીજા દિવસે 13 વિકેટ પડી હતી. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો. તેણે મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. સ્ટાર્કે પ્રથમ ઈનિંગમાં 7 અને બીજા ઈનિંગમાં 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 34.4 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મુલાકાતી ટીમે પ્રથમ ઈનિંગમાં 172 રન બનાવ્યા બાદ 40 રનની લીડ મેળવી હતી, પરંતુ બીજી ઈનિંગમાં તેના બેટ્સમેનો લાંબો સમય ન ટકી શક્યા અને ટીમ મેચ હારી ગઈ.