277 ખેલાડી, 73 સ્લોટ... BCCI એ WPL 2026ના ઓક્શન માટે જાહેર કર્યું પ્લયેર લિસ્ટ

BCCI એ TATA વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ઓક્શન માટે ખેલાડીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેના માટે ટીમો બોલી લગાવશે. આગામી એડિશન માટે બધી ટીમોના મળીને કુલ 73 સ્લોટ ઉપલબ્ધ છે. ઓક્શન 27 નવેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં થશે. ઓક્શન માર્કી સેટથી શરૂ થશે, જેમાં દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ સહિત આઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
લિસ્ટમાં કુલ 277 ખેલાડીઓ
આ લિસ્ટમાં 194 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં 52 કેપ્ડ અને 142 અનકેપ્ડ ખેલાડી છે. ભારતીય ખેલાડીઓ માટે 50 સ્લોટ ઉપલબ્ધ છે. આ સિવાય લિસ્ટમાં 66 કેપ્ડ અને 17 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેના માટે 23 સ્લોટ ઉપલબ્ધ છે.
19 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા
વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ઓક્શનમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. આ બેઝ પ્રાઈસ સાથે લિસ્ટમાં 19 ખેલાડીઓ છે. આ પછી 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે 11 ખેલાડીઓ છે અને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે 88 ખેલાડીઓ છે.
WPL 2026 ઓક્શનમાં 8 માર્કી પ્લેયર્સ
WPL 2026 ઓક્શન 27 નવેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. તે માર્કી સેટથી શરૂ થશે, જેમાં 8 ખેલાડીઓનો સમાવેશ થાય છે. માર્કી સેટમાં દીપ્તિ શર્મા (ભારત), રેણુકા સિંહ (ભારત), સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ), સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ), એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા), અમેલિયા કેર (ન્યુઝીલેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) અને લૌરા વોલ્વાર્ડ (સાઉથ આફ્રિકા) નો સમાવેશ થાય છે.
2026માં WPLની ચોથી એડિશન રમાશે
વિમેન્સ પ્રીમિયર લીગ 2026 એ ટુર્નામેન્ટની ચોથી એડિશનહશે, જે 7 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો (દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ) ભાગ લે છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ એડિશન, મુંબઈ ઈન્ડિયન્સ બે વાર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એક વાર ટાઈટલ જીત્યા છે.

