માહિકા શર્માએ હાર્દિક પંડ્યા સાથે સગાઈની ચર્ચા પર તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર લખ્યું- 'હું દરરોજ...'

ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથેના છૂટાછેડાના એક વર્ષ પછી મોડેલ, એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર માહિકા શર્મા સાથે રિલેશનશિપમાં છે. આ બંને તેમની રોમેન્ટિક તસવીરો અને પૂજાના વીડિયો શેર કરે છે. લગ્નની ચર્ચા વચ્ચે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કપલે સગાઈ કરી લીધી છે અને માહિકા પ્રેગ્નેન્ટ છે. આ સમાચારો પર ખુદ માહિકા શર્માએ સ્ટોરી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
માહિકાએ સગાઈની અટકળો પર જવાબ આપ્યો
એક ગુલાબી દિલ સાથેની સ્ટોરીમાં માહિકાએ ઇન્ટરનેટ પર ચાલી રહેલા સગાઈના સમાચારો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "હું જોઈ રહી છું કે ઇન્ટરનેટે નક્કી કરી લીધું કે મારી સગાઈ થઈ ગઈ છે, પરંતુ હું દરરોજ સારી જ્વેલરી પહેરું છું."

પ્રેગ્નેન્સીની અફવાઓ પર પણ આપ્યો જવાબ
ત્યારબાદ, માહિકાએ બીજી સ્ટોરી પણ પોસ્ટ કરી, જેમાં ગુલાબી રંગની બાળકોની ગાડીમાં બેઠેલ એક વ્યક્તિ જોવા મળે છે. તેણે આ પોસ્ટ સાથે લખ્યું, "તમે શું કરશો, જયારે પ્રેગ્નન્સીના સમાચારનો સામનો કરવા માટે હું આ ગાડીમાં આવી આવું?"

હાર્દિક-માહિકાનો સંબંધ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર
માહિકા શર્માની આ બંને સ્ટોરી વાયરલ થઈ રહી છે. આ સ્ટોરી ત્યારે આવી છે જ્યારે માહિકા અને હાર્દિકનો સંબંધ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. આ સંજોગોમાં લોકો ફરીથી માની રહ્યા છે કે માહિકા આ સ્ટોરી દ્વારા સગાઈના સમાચારો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. હાર્દિક પંડ્યાના ફેન્સ તેને અને માહિકાને શુભેચ્છાઓ આપી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો નતાશાને હીરા અને માહિકાને સોના સાથે સરખાવી રહ્યા છે.
2020માં નતાશા સાથે કર્યા હતા લગ્ન
હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં એક્ટ્રેસ અને મોડેલ નતાશા સાથે લગ્ન કર્યા હતા. નતાશા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ જતા કપલે લગ્ન ખૂબ ગુપ્ત રાખ્યા હતા અને પછીથી ધામધૂમથી લગ્ન કર્યા હતા. જોકે, લગભગ 4 વર્ષ પછી, કપલના સંબંધોમાં ખટાશ આવી અને 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા. હવે હાર્દિકના જીવનમાં નતાશાનું સ્થાન માહિકાએ લીધું છે, જેના કારણે લોકો નતાશા અને માહિકાની સરખામણી કરી રહ્યા છે.

