Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa's squad announced for ODI and T20I series against India

ભારત સામેની ODI અને T20I સિરીઝ માટે સાઉથ આફ્રિકાની સ્કવોડ જાહેર, આ ખેલાડીઓનો થયો સમાવેશ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ભારત સામેની ODI અને T20I સિરીઝ માટે સાઉથ આફ્રિકાની સ્કવોડ જાહેર, આ ખેલાડીઓનો થયો સમાવેશ
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકાએ ભારત સામેની ODI અને T20I સિરીઝ માટે પોતાની સ્કવોડ જાહેર કરી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ ફાઈનલ બાદ, એનરિચ નોર્ટજે T20I ટીમમાં વાપસી કરી રહ્યો છે. ટેમ્બા બાવુમા ODI ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે એડન માર્કરામ T20I ટીમનું નેતૃત્વ કરશે. ક્વિન્ટન ડી કોકની વાપસીને કારણે, રાયન રિકલ્ટનને T20I ટીમમાંથી સ્થાન નથી મળ્યું. ડી કોકે તાજેતરમાં પાકિસ્તાન સામેની ODI મેચમાં સદી ફટકારી હતી.

App Store

ડેવિડ મિલર T20I ટીમમાં પાછો ફર્યો છે, જે છેલ્લે ડિસેમ્બર 2024માં સાઉથ આફ્રિકા માટે રમ્યો હતો. તમને જણાવી દઈએ કે ડી કોક આ વર્ષે નિવૃત્તિ બાદ પરત ફર્યો છે અને ત્યારથી પહેલા કરતાં વધુ સારા ફોર્મમાં છે.

સાઉથ આફ્રિકાની ODI ટીમ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, રુબિન હરમન, કેશવ મહારાજ, માર્કો યાનસન, એડન માર્કરામ, રાયન રિકલ્ટન, પ્રેનેલન સુબ્રાયન.

સાઉથ આફ્રિકાની T20I ટીમ

એડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાનન, જ્યોર્જ લિન્ડે, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે, ટ્રિસ્ટન સ્ટબ્સ

ODI સિરીઝનું શેડ્યૂલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સિરીઝ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ચાલશે. પ્રથમ ODI 30 નવેમ્બરે રાંચીમાં, બીજી 3 ડિસેમ્બરે રાયપુરમાં અને છેલ્લી 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.

  • પ્રથમ ODI - 30 નવેમ્બર - રાંચી
  • બીજી ODI - 3 ડિસેમ્બર - રાયપુર
  • ત્રીજી ODI - 6 ડિસેમ્બર - વિશાખાપટ્ટનમ

T20I સિરીઝનું શેડ્યૂલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ 9 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે. સિરીઝની પ્રથમ મેચ કટકમાં અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાશે.

  • પ્રથમ T20I - 9 સપ્ટેમ્બર - કટક
  • બીજી T20I - 11 ડિસેમ્બર - ન્યૂ ચંદીગઢ
  • ત્રીજી T20I - 14 ડિસેમ્બર - ધર્મશાલા
  • ચોથી T20I - 17 ડિસેમ્બર - લખનૌ
  • પાંચમી T20I - 19 ડિસેમ્બર - અમદાવાદ