IND vs SA / ફરી ટોસ હાર્યું ભારત, સાઉથ આફ્રિકાની પહેલી બેટિંગ; સુદર્શન અને નીતીશને મળ્યું ટીમમાં સ્થાન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજે ટેસ્ટનો પહેલો દિવસ છે. આ ટેસ્ટમાં પણ ભારતનો ટોસ હારવાનો સિલસિલો ચાલુ રહ્યો. ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા રિષભ પંતે કહ્યું કે અહીં પહેલા બોલિંગ કરવી ખરાબ વિકલ્પ નથી.
ભારતની પ્લેઈંગ ઈલેવન બે ફેરફાર
ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળવા અંગે પંતે કહ્યું, "આ ગર્વની ક્ષણ છે. મેં તેના વિશે નહતું વિચાર્યું, પરંતુ હું આ તકનો મહત્તમ ઉપયોગ કરવા માંગુ છું." તેણે ઉમેર્યું, "અમને લાગે છે કે વિકેટ બેટિંગ માટે સારી છે, પરંતુ પહેલા બોલિંગ કરવી પણ ખરાબ વિકલ્પ નથી. ભારતીય ટીમમાં બે ફેરફાર છે, શુભમન ગિલ અને અક્ષર પટેલની જગ્યાએ સાઈ સુદર્શન અને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે."
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: એડન માર્કરામ, રાયન રિકલ્ટન, વિઆન મુલ્ડર, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરિન (વિકેટકીપર), માર્કો યાનસન, સેનુરન મુથુસામી, સાઈમન હાર્મર, કેશવ મહારાજ.

