Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Lakshya Sen makes place in final of Australian Open

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચ્યો લક્ષ્ય સેન, સેમીફાઈનલમાં વિશ્વના નંબર 6ના ખેલાડીને હરાવ્યો

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચ્યો લક્ષ્ય સેન, સેમીફાઈનલમાં વિશ્વના નંબર 6ના ખેલાડીને હરાવ્યો
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર લક્ષ્ય સેનનું સિંગલ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ છે. 22 નવેમ્બરના રોજ મેન્સ સિંગલ્સની સેમીફાઈનલમાં લક્ષ્યનો સામનો વિશ્વના નંબર 6 ચાઇનીઝ તાઇપેઈ ચૌ ટિએન-ચીન સામે થયો હતો. તેણે 86 મિનિટમાં ત્રણ સેટની મેચ 2-1થી જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. લક્ષ્ય હવે 23 નવેમ્બરના રોજ ફાઈનલમાં રમશે, જેમાં તેની નજર ટાઈટલ જીતવા પર હશે.

App Store

લક્ષ્ય પહેલા સેટમાં હારી ગયો

લક્ષ્ય સેનની વિશ્વના નંબર 6 ચૌ ટિએન-ચીન સામેની સેમીફાઈનલ મેચ અપેક્ષા મુજબ નહતી રહી, તેને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લક્ષ્ય પહેલા સેટમાં ચૌ ટિએન-ચીન સામે સારું પ્રદર્શન નહતો કરી શક્યો, તે એક સમયે 11-6થી પાછળ હતો. તેણે વાપસી કરી પરંતુ 17-21થી હારી ગયો.

બીજા સેટમાં વાપસી, ત્રીજો જીતીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ચાઇનીઝ તાઇપેઈના ખેલાડી સામે પહેલો સેટ ગુમાવ્યા બાદ, લક્ષ્ય સેને બીજા સેટમાં શાનદાર વાપસી કરી, છેલ્લી ક્ષણોમાં 24-22થી રમત જીતીને મેચ 1-1થી ડ્રો કરી. ત્રીજા સેટમાં, લક્ષ્ય સેનનો દબદબો જોવા મળ્યો, જેમાં શરૂઆતમાં તેણે 6-1ની લીડ મેળવી અને ચૌ ટિએન-ચીનને વાપસી કરવાની કોઈપણ તકને ન આપી. અંતે તેણે 21-16થી છેલ્લોસેટ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. લક્ષ્ય હવે ફાઈનલમાં જાપાનના યુશી તાનાકા અથવા ચાઇનીઝ તાઇપેઈના લિન ચુને-યીનો સામનો કરી શકે છે.