ચેન્નાઈમાં સદી ફટકારીને ખાસ ક્લબમાં જોડાયો શુભમન ગિલ, રાહુલ દ્રવિડ બાદ આ કામ કરનાર બીજો ભારતીય બન્યો
ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી અને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી. ચેન્નાઈમાં સદી ફટકારતાની સાથે જ ગિલે અનોખા ક્લબમાં સ્થાન મેળવ્યું છે. તેણે જે કર્યું તે આ મેદાન પર તેની પહેલા માત્ર રાહુલ દ્રવિડ જ કરી શક્યો હતો.
ગિલ પ્રથમ ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 176 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 119 રન બનાવ્યા હતા. આ ગિલની ટેસ્ટ કારકિર્દીની આ પાંચમી સદી હતી.
રાહુલની ક્લબમાં સામેલ થયો ગિલ
ગિલે નંબર-3 પર રમતા આ સદી ફટકારી છે. આ સાથે, તે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં નંબર-3 પર આવીને સદી ફટકારનાર ભારતનો માત્ર બીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ સ્ટેડિયમમાં ત્રીજા નંબર પર આવીને જો કોઈ ભારતીય બેટ્સમેને સદી ફટકારી હોય તો તે રાહુલ દ્રવિડ હતો. ચેપોકમાં અત્યાર સુધી રમાયેલી 35 ટેસ્ટ મેચોમાં ભારત માટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ રાહુલ અને ગિલે નંબર-3 પર આવીને સદી ફટકારી છે.
પંત સાથે શાનદાર પાર્ટનરશિપ
ગિલને બીજી ઈનિંગમાં ટીમના વિકેટકીપર રિષભ પંતનો સાથ મળ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 167 રનની પાર્ટનરશિપ કરી હતી. આ મેચમાં પંતે પણ સદી ફટકારી હતી. 128 બોલનો સામનો કરીને તેણે 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. આ પંતના ટેસ્ટ કરિયરમાં આ છઠ્ઠી સદી હતી.






