ભારતીય ક્રિકેટમાં વધુ એક ડિવોર્સ! ચહલ-હાર્દિક પછી, સેહવાગના 21 વર્ષ જૂના લગ્નજીવનમાં પડી તિરાડ?
ક્રિકેટ જગતમાં ડિવોર્સ અને કપલ્સના અલગ થવાના સમાચાર કોઈ નવી વાત નથી. ગયા વર્ષે, હાર્દિક

ક્રિકેટ જગતમાં ડિવોર્સ અને કપલ્સના અલગ થવાના સમાચાર કોઈ નવી વાત નથી. ગયા વર્ષે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ ઉપરાંત, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સેની અફવાઓ પણ ચાલી રહી છે. હવે વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની વચ્ચે વધતા અંતરની ચર્ચા થઈ રહી છે.
21 વર્ષ જૂના લગ્નજીવનમાં તિરાડ
એવા અહેવાલો છે કે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તેના 21 વર્ષ જૂના લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને તે તેની પત્ની આરતી અહલાવતથી અલગ થઈ શકે છે. અહેવાલો અનુસાર, સેહવાગ અને આરતીએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે અને છેલ્લા એક વર્ષથી અલગ રહે છે.
આ પણ વાંચો: રોહિત શર્માનું રણજીમાં પણ નિરાશાજનક પ્રદર્શન, ગિલ-જયસ્વાલે વધાર્યું કોચ ગંભીરનું ટેન્શન
વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતના લગ્નને 21 વર્ષ થયા છે અને આ કપલ હંમેશા ક્રિકેટ ફેન્સ માટે પ્રેરણારૂપ રહ્યું છે. બંનેને બે બાળકો છે. પરંતુ હવે તેમના સંબંધોમાં તિરાડના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે.
સેહવાગે તેની પત્નીને અનફોલો કરી
સેહવાગે હંમેશા પોતાના પારિવારિક જીવનને મીડિયાની નજરથી દૂર રાખ્યું છે. તે ફક્ત તહેવારો કે ખાસ પ્રસંગોએ જ પોતાના પરિવાર સાથેના ફોટો શેર કરે છે. પરંતુ ગયા વર્ષે દિવાળી 2024ના અવસર પર, સેહવાગે તેની માતા અને મોટા પુત્ર આર્યવીર સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તેની પત્ની આરતી અને નાનો પુત્ર વેદાંત ક્યાંય નહોતા દેખાતા. ત્યારથી, તેમના સંબંધો વિશે અટકળો વધી ગઈ છે. તાજેતરમાં, સેહવાગે તેની પત્નીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હોવાના સમાચારે આ અટકળોને વધુ વેગ આપ્યો. જોકે, વીરેન્દ્ર સેહવાગે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ જાહેર નિવેદન નથી આપ્યું.






