VIDEO / 'લેડી બુમરાહ'નો કમાલ, સ્કૂલ યુનિફોર્મમાં છોકરીએ કોપી કરી જસપ્રીતની બોલિંગ એક્શન
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગણતરી હાલમાં વિશ્વના સૌથી ઘાતક બોલરોમાં થાય છે. છેલ્લી ઘણી ICC

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગણતરી હાલમાં વિશ્વના સૌથી ઘાતક બોલરોમાં થાય છે. છેલ્લી ઘણી ICC ટુર્નામેન્ટમાં બુમરાહે મહત્ત્વપૂર્ણ મેચોમાં ભારતને જીત અપાવી છે. વિશ્વના ટોચના બેટરોને પણ જસપ્રિત બુમરાહનો સામનો કરવો મુશ્કેલ લાગે છે. તેમની બોલિંગ એક્શનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, ઘણા યુવા બોલર્સ તેમની બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે .
ફેન્સે 'લેડી બુમરાહ'નો ટેગ આપ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ વિદ્યાર્થિની બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરી રહી છે. આ વિદ્યાર્થિની નેટમાં બુમરાહની જેમ જ દોડે છે અને તે જ રીતે બોલ ફેંકે છે. બેટર પણ તેના શાનદાર યોર્કરથી સામે ફેલ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વિદ્યાર્થિનીને 'લેડી બુમરાહ'નો ટેગ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાની બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બાળક બુમરાહની બોલિંગ સ્ટાઇલની નકલ પણ કરી રહ્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ લાંબા બ્રેક પર છે. જસપ્રીત બુમરાહે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બુમરાહને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આઠ મેચમાં 15 વિકેટ લીધી હતી.






