Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma to Be Number 1 in ODI Batter ICC Ranking

ICC ODI રેન્કિંગ: રોહિત શર્મા નંબર-1 બેટ્સમેન,ભારતના આ ત્રણ ખેલાડીનો પણ ટોપ-10માં સમાવેશ

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ICC ODI રેન્કિંગ: રોહિત શર્મા નંબર-1 બેટ્સમેન,ભારતના આ ત્રણ ખેલાડીનો પણ ટોપ-10માં સમાવેશ
સોર્સ : GSTV

ICCએ ODI રેન્કિંગ જાહેર કર્યું છે જેમાં હિટમેનના નામથી જાણીતા રોહિત શર્મા નંબર-1 બેટ્સમેન બન્યો છે. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વન ડે સિરીઝમાં એક સદી સાથે 200થી વધુ રન બનાવ્યા હતા. આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. હવે રોહિત શર્મા ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બન્યો છે.

App Store

રોહિત શર્મા નંબર-1 બેટ્સમેન

ICC ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા 781 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1 બેટ્સમેન બન્યો છે. બીજા નંબર પર અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ જદરાન છે.ત્રીજા નંબર પર ભારતીય ODI કેપ્ટન શુભમન ગિલ છે. ગિલના 745 રેટિંગ પોઇન્ટ છે. ચોથા નંબર પર પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ (739 રેટિંગ પોઇન્ટ), પાંચમા નંબર પર ન્યૂઝીલેન્ડનો ડેરેલ મિશેલ, છઠ્ઠા નંબર પર વિરાટ કોહલી, સાતમા નંબર પર શ્રીલંકાનો બેટ્સમેન ચરીથ અસાલંકા, આઠમા નંબર પર આયરલેન્ડનો હેરી ટ્રેક્ટર, નવમા નંબર પર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર અને 10માં નંબર પર વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન શાઇ હોપ છે.ICC ODI રેન્કિંગમાં 14માં નંબર પર કેએલ રાહુલ છે.

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી સારી ઇનિંગ્સ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સિરીઝ રોહિત શર્મા માટે ઘણી મહત્ત્વની હતી. સિરીઝની પ્રથમ મેચમાં તે માત્ર આઠ રન બનાવીને આઉટ થયો હતો પરંતુ બીજી મેચમાં તેને 73 રન બનાવ્યા હતા. તે બાદ ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં રોહિત શર્માએ અણનમ 121 રનની ઇનિંગ રમી હતી. 

ICC ODI ટીમ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા નંબર-1

ICC ODI ટીમ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા 4745 પોઇન્ટ સાથે નંબર વન પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ, ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા, ચોથા નંબર પર  શ્રીલંકા અને પાંચમા નંબર પર પાકિસ્તાન છે.

ICC ODI બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં કુલદીપ એકમાત્ર ભારતીય

ICC ODI બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ટોપ-10માં કુલદીપ યાદવ એકમાત્ર ભારતીય બોલર છે. ICC ODI રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન 710 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1 પર છે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો બોલર કેશવ મહારાજ છે. ત્રીજા નંબર પર શ્રીલંકાનો મહેશ થિક્ષાણા, ચોથા નંબર પર ન્યૂઝીલેન્ડનો મિશેલ સેન્ટનર, પાંચમા નંબર પર ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર, છઠ્ઠા નંબર પર નામિબીયાનો બેરનાન્ડ સ્કોત્ઝ અને સાતમા નંબર પર ભારતીય સ્પિનર કુલદીપ યાદવ છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ આઠ, ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી 9 અને ઇંગ્લેન્ડનો આદિલ રાશીદ 10માં નંબર પર છે.

અન્ય ભારતીય બોલરની વાત કરીએ તો 13 નંબર પર રવિન્દ્ર જાડેજા, 16 નંબર પર મોહમ્મદ સિરાજ અને 18 નંબર પર મોહમ્મદ શમી છે.