હિટમેન રોહિત શર્માએ વન ડે રેન્કિગમાં લગાવી લાંબી છલાંગ, પહોચી ગયો નંબર વનની નજીક
ભારતીય વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC વન ડે રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવીને નંબર 2 નું સ્થાન હાં

ભારતીય વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC વન ડે રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવીને નંબર 2 નું સ્થાન હાંસલ કર્યું છે. 37 વર્ષીય ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતે તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી વન ડે શ્રેણીમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે અન્ય બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડ્યો હતો.
ICC ODI રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 824 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે રોહિત શર્મા 765 રેટિંગ સાથે બીજા સ્થાને છે. શુભમન ગિલ ત્રીજા અને વિરાટ કોહલી ચોથા સ્થાને છે. ગિલનું રેટિંગ 763 અને કોહલીનું રેટિંગ 746 છે. શુભમન ગીલને પાછળ રાખીને રોહિત એક નંબર આગળ આવી ગયો છે.. જણાવી દઈએ કે અગાઉ રોહિત ત્રીજા નંબરે હતો.
જણાવી દઈએ કે શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં રોહિત શર્માએ 58 રનની ઇનિંગ રમી હતી. બીજી વનડેમાં 64 રન અને ત્રીજી વન ડેમાં 35 રનની ઇનિંગ રમી હતી. આ સીરીઝમાં વિરાટ કોહલીથી લઈને અન્ય લગભગ તમામ ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, પરંતુ રોહિતે શાનદાર ઇનિંગ રમી હતી.
રોહિત શર્માની વનડે કરિયર
નોંધનીય છે કે રોહિત શર્મા અત્યાર સુધી 265 વનડે મેચની 257 ઇનિંગ્સમાં તેણે 49.16ની એવરેજથી 10,866 રન બનાવ્યા છે. હિટમેને 31 સદી અને 57 અડધી સદી ફટકારી છે. વનડેમાં હાઈએસ્ટ સ્કોર 264 રન છે.






