મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અક્ષર પટેલનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિકનું સ્વપ્ન ચકનાચુર, રોહિત શર્માએ કરી મોટી ભૂલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાઇ હતી. અક્ષર પટેલ ભારત તરફથી પ્રથમ

અક્ષર પટેલનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિકનું સ્વપ્ન ચકનાચુર, રોહિત શર્માએ કરી મોટી ભૂલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાઇ હતી. અક્ષર પટેલ ભારત તરફથી પ્રથમ અને ઇનિંગની 9મી ઓવર ફેકવા માટે આવ્યો હતો. જોકે, આ દરમિયાન રોહિત શર્માની એક ભૂલને કારણે અક્ષર પટેલ ઇતિહાસ રચતા ચુકી ગયો હતો. અક્ષર પટેલ પાસે આ મેચમાં હેટ્રિક ઝડપવાનો ચાન્સ હતો પણ રોહિત શર્માએ કેચ છોડી દેતા અક્ષર પટેલનું હેટ્રિકનું સ્વપ્ન તૂટી ગયુ હતું.

અક્ષર પટેલ હેટ્રિક લેતા ચુક્યો

અક્ષર પટેલ ઇનિંગની 9મી ઓવર ફેકવા માટે આવ્યો હતો. અક્ષર પટેલે બીજા બોલ પર તંજીદ હસનને આઉટ કર્યો હતો. તે બાદ ત્રીજા બોલ પર મુશ્ફિકુર રહીમને વિકેટ પાછળ કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે બાદ કેપ્ટન રોહિત શર્મા ઇચ્છતો હતો કે તે હેટ્રિક ઝડપે અને તેના માટે તેને બે સ્લિપ અને એક લેગ સ્લિપ લગાવી હતી. ખુદ પણ તે પ્રથમ સ્લિપમાં ઉભો થઇ ગયો હતો. રોહિત શર્મા પાસે જેકર અલીનો કેચ આવ્યો હતો. આ કેચ જોવામાં તો આસાન હતો પણ રોહિત શર્માએ બે વખત પ્રયાસ કરવા છતા તે પકડી શક્યો નહતો. તે બાદ જ્યારે તે જમીન પર હતો ત્યારે પોતાનો હાથ મેદાન પર મારતો જોવા મળ્યો હતો અને નિરાશા વ્યક્ત કરી હતી.અક્ષર પટેલનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિક ઝડપવાનું સ્વપ્ન તૂટી જતા રોહિત શર્માએ મેદાન પર માફી પણ માંગી હતી.

બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ

25 ઓવરમાં બાંગ્લાદેશે 5 વિકેટે 92 રન બનાવ્યા છે. ભારત તરફથી મોહમ્મદ શમી અને અક્ષર પટેલે સૌથી વધુ 2-2 વિકેટ જ્યારે હર્ષિત રાણાએ એક વિકેટ ઝડપી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશ સામે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

આ સમાચાર શેર કરો