ટીમ ઈન્ડિયાના કેપ્ટનના ઘરે ગુંજી કિલકારી, બીજી વખત પિતા બન્યો રોહિત શર્મા
ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ફરી કિલકારી ગુંજી છે. તે બીજી વખત પિતા બન

ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ફરી કિલકારી ગુંજી છે. તે બીજી વખત પિતા બન્યો છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્માને એક પુત્રી પણ છે જેનું નામ સમાયરા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય કેપ્ટનના ઘરે ખુશીઓ આવી ગઈ છે.
આ પણ વાંચો: રોહિત - કોહલી ક્રિકેટથી દૂર રહે, બોર્ડર- ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આપી સલાહ
ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. પ્રથમ મેચ 22મી નવેમ્બરથી પર્થમાં રમાશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં. પરંતુ હવે તે પિતા બની ગયો છે, એવી અપેક્ષા છે કે તે પર્થ ટેસ્ટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
રોહિત શર્મા હજુ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા નથી. જ્યારે અન્ય ખેલાડીઓ પહોંચી ચૂક્યા છે અને બધાએ પર્થના WACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીજી તરફ રોહિત શર્માની પત્ની રિતિકાએ શુક્રવારે (15મી નવેમ્બર) પુત્રને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં, આશા છે કે રોહિત ટૂંક સમયમાં ટીમ સાથે જોડાઈ શકે છે.






