મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 એલિમિનેટરમાં આ બેમાંથી એક ટીમ સામે ટકરાશે RCB, આજે થશે નિર્ણય

IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમા

IPL 2024 એલિમિનેટરમાં આ બેમાંથી એક ટીમ સામે ટકરાશે RCB, આજે થશે નિર્ણય

IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ મેચ 27 રને જીતી લીધી હતી. પ્લેઓફમાં જવા માટે, તેમને આ મેચ ઓછામાં ઓછા 18 રનથી જીતવી જરૂરી હતી અને તેઓએ તે જ કર્યું. આ જીત સાથે RCB ટીમ 9મી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. RCBની જીત સાથે પ્લેઓફની ચાર ટીમો પણ નક્કી થઈ ગઈ છે. તેમની પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

એલિમિનેટરમાં RCB કોનો સામનો કરશે?

RCBની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે છે. આવી સ્થિતિમાં તેને ફાઈનલમાં પહોંચવા માટે બે મેચ જીતવી પડશે. જ્યાં તેમને પ્રથમ મેચ એલિમિનેટર રમવી પડશે. એલિમિનેટરમાં રમનાર એક ટીમ RCB નક્કી છે, પરંતુ એલિમિનેટરમાં RCB કઈ ટીમનો સામનો કરશે તે હજુ નક્કી નથી. લીગ સ્ટેજના અંતિમ દિવસે યોજાનારી બે મેચો પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવશે.

હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં KKR ટીમ પહેલા નંબરે છે. KKRની આ પોઝિશન નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, નક્કી કરવું પડશે કે કઈ ટીમ બીજા અને ત્રીજા સ્થાને રહેશે. આવી સ્થિતિમાં, એલિમિનેટર મેચમાં, RCBનો સામનો રાજસ્થાન રોયલ્સ અથવા સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. RCBની ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે સતત 6 મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે.

છેલ્લા દિવસના મેચ

IPL 2024ના લીગ સ્ટેજના છેલ્લા દિવસે રાજસ્થાન રોયલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. જ્યારે પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પંજાબ કિંગ્સ સામે મેચ રમશે. આવી સ્થિતિમાં પોઈન્ટ્સ ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમનો નિર્ણય આ બે મેચના પરિણામો પર આધારિત હશે. પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે રમાશે. જ્યાં હૈદરાબાદ અને પંજાબની ટીમ એક્શનમાં જોવા મળશે. રાજસ્થાન અને કોલકાતા વચ્ચેની મેચ સાંજે 7.30 કલાકે રમાશે.

આ સમાચાર શેર કરો