મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / રવિન્દ્ર જાડેજાએ હાંસલ કરી મોટી સિદ્ધિ, સાઉથ આફ્રિકા સામે આ કામ કરનાર બીજો ભારતીય બોલર બન્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીના બારસાપરા સ્ટેડિયમ ખાતે રમાઈ ર

IND vs SA / રવિન્દ્ર જાડેજાએ હાંસલ કરી મોટી સિદ્ધિ, સાઉથ આફ્રિકા સામે આ કામ કરનાર બીજો ભારતીય બોલર બન્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીના બારસાપરા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. હાલમાં, આફ્રિકન ટીમે આ મેચમાં મજબૂત પકડ જાળવી રાખી છે અને ટીમ ઈન્ડિયા બેકફૂટ પર છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગ 260/5 પર ડિકલેર કરી છે, જેનાથી ભારતને જીત માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ દરમિયાન, ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજાએ બીજી ઈનિંગમાં 4 વિકેટ લઈને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

જાડેજાએ મોટી સિદ્ધિ હાંસલ કરી

જાડેજા હવે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બન્યો છે. અનિલ કુંબલેએ સાઉથ આફ્રિકા સામે ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે, તેણે 40 ટેસ્ટ ઇનિંગમાં 84 વિકેટ લીધી હતી. આ યાદીમાં બીજા ક્રમે જવાગલ શ્રીનાથ છે, જેણે 25 ઈનિંગમાં 64 વિકેટ લીધી હતી. તેના પછી હરભજન સિંહ (60 વિકેટ, 19 ઈનિંગ્સ) અને રરવિચંદ્રન અશ્વિન (57 વિકેટ, 26 ઈનિંગ્સ) છે. હવે, જાડેજા 19 ઈનિંગ્સમાં 50 વિકેટ લઈને આ યાદીમાં જોડાયો છે.

આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બોલર

જાડેજા ભારતમાં સાઉથ આફ્રિકા સામે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે આ સંદર્ભમાં હરભજન સિંહ અને અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે. રવિચંદ્રન અશ્વિન 7 મેચમાં 46 વિકેટ સાથે આ યાદીમાં ટોપ પર છે. જાડેજાએ 9 મેચમાં 44 વિકેટ લીધી છે, જ્યારે કુંબલેએ 9 મેચમાં 39 વિકેટ લીધી છે.

બીજી ટેસ્ટની સ્થિતિ

ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની પકડ મજબૂત છે. ચોથા દિવસે ત્રીજા સેશન આફ્રિકન ટીમે તેની બીજી ઈનિંગમાં 5 વિકેટે 260 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી હતી, જેનાથી ભારતને જીતવા માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેની પ્રથમ ઈનિંગમાં 489 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે તેની પ્રથમ ઈનિંગમાં ફક્ત 201 રન જ બનાવ્યા હતો.

આ સમાચાર શેર કરો