IPL-2024: રવિ બિશ્નોઈએ હવામાં છલાંગ લગાવીને એક હાથે ઝડપ્યો કેન વિલિયમસનનો કેચ: જુઓ VIDEO
લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈએ ફોલો થ્રૂમાં ગુજર

લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈએ ફોલો થ્રૂમાં ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસનનો અદ્ભુત કેચ ઝડપ્યો હતો. આ કેચ જોઈને લખનૌ સુપર જાયન્ટ્સના ફિલ્ડીંગ કોચ જોન્ટી રોડ્ઝ પણ ખુશ થઈ ગયા હતા. લખનૌ સુપર જાયન્ટસે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ સારી શરૂઆત કરાવી હતી, પરંતુ કેપ્ટન શુભમનગીલના આઉટ થતાં જ ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન એક પછી એક આઉટ થતા ગયા.
રવિ બિશ્નોઈની કઈ ઓવરમાં આ કેચ ઝડપાયો
164 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી હતી. 7 ઓવર સુધી 56 રનમાં માત્ર 1 વિકેટ પડી હતી. ગુજરાત ટાઈટન્સની ઇનિંગ્સની 8મી ઓવરના બીજા બોલ પર રવિ બિશ્નોઈએ કેન વિલિયમસનની વિકેટ ઝડપી હતી.
રવિ બિશ્નોઈએ સ્ટ્રાઈક પર રહેલા કેન વિલિયમસનને આઠમી ઓવરનો બીજો બોલ નાખ્યો હતો. બેટ્સમેને સીધા શોટ મારવાનો પ્રયાસ કર્યોને રવિએ હવામાં છલાંગ લગાવીને કેચ દબોચ્યો. વિલિયમસનનો શોટ 22-યાર્ડ વિસ્તારને પાર કરી શકે તે પહેલાં જ બિશ્નોઈએ કેચ ઝડપી લીધો.રવિ બિશ્નોઈએ માત્ર 3 સેકન્ડમાં આ કેચ ઝડપ્યો હતો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.






