IPL 2025 / મેગા ઓક્શન પહેલા રજત પાટીદારની વિસ્ફોટક બેટિંગ, 68 બોલમાં ફટકારી સદી
મધ્યપ્રદેશના પાવરફુલ ખેલાડી રજત પાટીદારે કમાલ કરી છે. તેણે રણજી ટ્રોફી 2024-25ની મેચમાં 68 બોલમાં સદી ફટકારી છે.

મધ્યપ્રદેશના પાવરફુલ ખેલાડી રજત પાટીદારે કમાલ કરી છે. તેણે રણજી ટ્રોફી 2024-25ની મેચમાં 68 બોલમાં સદી ફટકારી છે. જોકે, રણજીમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પાટીદાર તોડી શક્યો નથી. પરંતુ તેણે 102 બોલમાં 159 રન બનાવ્યા હતા. પાટીદારની આ ઈનિંગને કારણે મધ્યપ્રદેશે 4 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા.
IPL 2025 માટે મેગા ઓક્શન આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાવાની છે. આ પહેલા ટીમો રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુઋ દ્વારા પાટીદારને રિટેન શકાય છે. જો તેને રિલીઝ કરવામાં આવશે તો ઓક્શનમાં જોરદાર બોલી લગાવવામાં આવશે. પાટીદાર વિસ્ફોટક બેટિંગમાં એક્સપર્ટ છે અને તે ઘણી વખત આ કામ કરી ચૂક્યો છે. તેણે રણજી ટ્રોફી મેચમાં હરિયાણા સામે પણ આવું જ કર્યું હતું.
મધ્યપ્રદેશ માટે પાટીદારની સદી
હરિયાણા અને મધ્યપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફી 2024-25ની મેચ રમાઈ રહી છે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ માટે બીજી ઈનિંગમાં પાટીદાર ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે આક્રમક બેટિંગ કરી અને સદી ફટકારી હતી.
પાટીદારનો ફર્સ્ટ ક્લાસમાં રેકોર્ડ
રજત પાટીદારે ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ મેચ રમી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તે કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે ભારત માટે એક વનડે મેચ પણ રમી છે. રજત પાટીદારનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. તેણે 63 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4344 રન બનાવ્યા છે. જેમાં તેણે 12 સદી અને 23 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં પાટીદારનો બેસ્ટ સ્કોર 196 રન છે.






