VIDEO: જીત બાદ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડીને મળી સજા, BCCIએ આ ભૂલ માટે ફટકાર્યો દંડ
IPL 2026માં ગઈકાલે (22 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને લખનૌ સુપરજાયન્ટ્સ સામે જીત મેળવી હતી. પહેલા બેટિંગ કરતા ટીમે 159 રન બનાવ્યા, જ્યારે બોલર્સે પાછળથી પોતાની તાકાત બતાવી, લખનૌને ફક્ત 119 રન સુધી રોકી દીધું. ટીમે મેચ જીતી લીધી, પરંતુ BCCIએ ફ્રેન્ચાઈઝીના એક સ્ટાર ખેલાડીને દંડ ફટકાર્યો છે.
નાંદ્રે બર્ગરને દંડ
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ફાસ્ટ બોલર નાંદ્રે બર્ગરને BCCI દ્વારા દંડ ફટકાર્યો છે. તેને મેચ દરમિયાન એક હરકત કરવી ભારે પડી છે. બોર્ડે તેને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે.
ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો
નાંદ્રે બર્ગરને દંડ ફટકારવાની સાથે તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. મેચ દરમિયાન IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેને સજા આપવામાં આવી છે. બર્ગરે કલમ 2.5 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે.
બર્ગરે પોતાની ભૂલ સ્વીકારી
નાંદ્રે બર્ગરને આ બાબતની જાણ થતા તેણે પોતાની ભૂલ સ્વીકારી છે. લેવલ 1ના ગુનામાં એવી ભાષા, ક્રિયાઓ અથવા ઈશારાનો ઉપયોગ શામેલ છે જે બીજા ખેલાડીનું અપમાન કરે છે અથવા બીજા ખેલાડી તરફથી આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરે છે.
પંત સામે કર્યો હતો ઈશારો
નાંદ્રે બર્ગરે લખનૌના કેપ્ટન રિષભ પંતની વિકેટ લીધી હતી. તેને આઉટ કર્યા પછી, બર્ગરે સેન્ડ-ઓફનો ઈશારો કર્યો હતો, જેના માટે તેને સજા કરવામાં આવી છે. લખનૌની ઈનિંગની બીજી ઓવરમાં ધ્રુવ જુરેલે પંતનો કેચ ઝડપ્યો હતો.
RRની મેચ જીતી ગઈ
રાજસ્થાન રોયલ્સે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને જીત મેળવી. આ સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સિઝનમાં ટીમની પાંચમો જીત હતી. આ ટીમ પંજાબ પછી આ સિઝનમાં પાંચ મેચ જીતનાર બીજી ટીમ છે.

