Champions Trophy 2025 / ફાઈનલ જીતનાર ટીમ પર થશે પૈસાનો વરસાદ, હારનાર પણ બનશે માલામાલ
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગઈ છે. વધુ એક મેચ જીતીને ટીમ વધુ એક ICC ટ

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગઈ છે. વધુ એક મેચ જીતીને ટીમ વધુ એક ICC ટાઈટલ જીતશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2013માં એમએસ ધોનીની કેપ્ટનસીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે બીજી ટ્રોફી પણ દૂર નથી. જોકે વર્ષ 2002માં ભારત જોઈન્ટ વિનર બન્યું હતું, તેથી આ ત્રીજી ટ્રોફી હશે. એવામાં જાણીએ કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતે છે, તો તેને વિજેતા તરીકે કેટલા રૂપિયા મળશે અને હારનાર ટીમના ભાગમાં શું આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા અને ઉપવિજેતા ટીમોને મળશે આ રકમ
જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાની ઈનામની રકમની વાત કરીએ તો ટાઈટલ જીતનારી ટીમને 19.48 કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે. જે ટીમ ફાઈનલમાં હારશે એટલે કે ઉપવિજેતા બનશે, તેને 9.74 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે.
સેમીફાઈનલમાં હારેલી ટીમોને લગભગ 4.87 કરોડ રૂપિયા જેટલી રકમ આપવામાં આવી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ પણ માલામાલ થઈ છે. ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોને પણ ઈનામી રકમ મળી છે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેલી ટીમો (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ) ને અંદાજે 3.04 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ) ને અંદાજે 1.22 કરોડ રૂપિયા મળ્યા છે.
તમામ 8 ટીમોને 1.08 કરોડ રૂપિયા ગેરંટી મની આપવામાં આવી છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને લગભગ 29.61 લાખ રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત તમામ 8 ટીમોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અંદાજે 1.08 કરોડ રૂપિયાની ગેરંટી મની આપવામાં આવી છે. ICC આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ લગભગ 60 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરી રહી છે. જે 2017 કરતા 53 ટકા વધુ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પ્રાઈઝ મની
- વિજેતા ટીમઃ 19.48 કરોડ રૂપિયા
- રનર અપ: 9.74 કરોડ રૂપિયા
- સેમીફાઈનલ હારનાર ટીમ (ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા): 4.87 કરોડ રૂપિયા
- પાંચમી-છઠ્ઠી ટીમ (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ): 3.04 કરોડ રૂપિયા
- સાતમી-આઠમી ટીમ (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ): 1.22 કરોડ રૂપિયા
- ગ્રુપ સ્ટેજ જીત: 29.61 લાખ રૂપિયા
- ગેરંટી મની: 1.08 કરોડ રૂપિયા








