Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian team has played the ICC final 13 times so far

ભારતીય ટીમ અત્યાર સુધી 13 વખત રમી છે ICC ટૂર્નામેન્ટની ફાઈનલ, જાણો કેટલીવાર બની છે ચેમ્પિયન

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ભારતીય ટીમ અત્યાર સુધી 13 વખત રમી છે ICC ટૂર્નામેન્ટની ફાઈનલ, જાણો કેટલીવાર બની છે ચેમ્પિયન

ભારતમાં ક્રિકેટને હંમેશા એક ધર્મ માનવામાં આવે છે અને અહીંના લોકોમાં ક્રિકેટને લઈને એક અલગ જ પ્રકારનો જુસ્સો અને ક્રેઝ જોવા મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી છે, જેમાં તેનો મુકાબલો 9 માર્ચે ન્યુઝીલેન્ડ સામે થશે. ભારતે અત્યાર સુધીમાં કુલ 13 ICC ફાઈનલ રમી છે. ચાલો તમને જણાવીએ આમાંથી ભારતીય ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી છે.

App Store

કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ ICC ફાઈનલ જીતી હતી

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતીય ટીમે ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 12 વર્ષમાં ભારતે ફક્ત એક જ ICC ટાઈટલ જીત્યું હોવા છતાં, ટીમ નોકઆઉટ તબક્કામાં પહોંચી રહી છે. ભારતે પહેલી વાર 1983માં ICC ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને ટાઈટલ પણ જીત્યું હતું. ત્યારે ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને 1983નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનું સંયુક્ત વિજેતા બન્યું

આ પછી, ભારત સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ 2000 અને 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યું. તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે 2003ના ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ રમી હતી. ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ત્યારે ભારતીય ટીમ સંયુક્ત વિજેતા હતી. વરસાદને કારણે ફાઈનલ મેચ યોજાઈ ન શકી. આ કારણોસર ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ધોનીએ ભારત માટે 3 ICC ટ્રોફી જીતી

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2007, T20 વર્લ્ડ કપ 2014, ODI વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઈનલ રમી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે નવી ઊંચાઈઓ સ્પર્શી અને સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડી હતી. તે હંમેશા અલગ વિચારસરણી માટે પ્રખ્યાત રહ્યો છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે ત્રણ ICC ટાઈટલ જીત્યા હતા. ધોની ની કેપ્ટનશિપ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ 2007, ODI વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013ના ટાઈટલ જીત્યા હતા.

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ, ભારત અત્યાર સુધીમાં ત્રણ ICC ફાઈનલ રમી ચૂક્યું છે જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023, ODI વર્લ્ડ કપ 2023, T20 વર્લ્ડ કપ 2024નો સમાવેશ થાય છે અને હવે ભારત ચોથી ICC ફાઈનલમાં પહોંચ્યું છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. આ સિવાય ભારત વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી 2017 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલમાં પણ પહોંચ્યું હતું, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભારતે અત્યાર સુધીમાં 6 ICC ટાઈટલ જીત્યા

ભારતે અત્યાર સુધી રમેલી 13 ICC ફાઈનલમાંથી તેણે કુલ 6 ICC ટાઈટલ જીત્યા છે. જેમાં 1983 અને 2011નો ODI વર્લ્ડ કપ, 2002 અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2007 અને 2024ના T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.