'ના પાકિસ્તાન ફાઇનલમાં છે અને ના તો FINAL પાકિસ્તાનમાં', ચેમ્પિયન્સ ટ્રોફીના હોસ્ટની લોકોએ ઉડાવી મજાક

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પાકિસ્તાનમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં નહીં રમાય. પાકિસ્તાન પહેલા જ લીગ સ્ટેજમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગયું છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં હોસ્ટ હોવા છતા પણ હવે ફાઇનલ પાકિસ્તાનની બહાર જ રમાશે.જો ભારત ફાઇનલમાં ના પહોંચ્યું હોત તો ફાઇનલ પાકિસ્તાનના લાહોરમાં જ રમાઇ હોત. મહત્ત્વપૂર્ણ છે કે 9 માર્ચે ભારત અન ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે.
લોકોએ ઉડાવી મજાક
ટૂર્નામેન્ટમાંથી બહાર થવા અને ફાઇનલ હોસ્ટ ના કરવાને લઇને યૂઝર્સ પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યાં છે.
'દંગલ' ફિલ્મના મીમ ટેમ્પલેટનો ઉપયોગ કરતા યૂઝરે પાકિસ્તાન અને જય શાહ વચ્ચે વાતચીત બતાવી છે જેમાં તે પાકિસ્તાનને 2-4 મેચ રમવા દીધી તે ઘણું છે.

