Paralympic 2024 / '140 કરોડ ભારતીયો...', પીએમ મોદીએ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહેલા એથ્લેટ્સનું મનોબળ વધાર્યું
પેરિસ પેરાલિમ્પિક 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. 29મી ઓગસ્ટે ભારતીય એથ્લેટ્સ એક્શનમાં જોવા મળશે. આ પહેલા

પેરિસ પેરાલિમ્પિક 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. 29મી ઓગસ્ટે ભારતીય એથ્લેટ્સ એક્શનમાં જોવા મળશે. આ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતીય ટુકડીને શુભેચ્છાઓ મોકલી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા ભારતના તમામ પેરા એથ્લેટ્સને દેશના ગૌરવ ગણાવ્યા છે.
પીએમ મોદીએ તમામ ભારતીય એથ્લેટ્સ પર ગર્વ વ્યક્ત કર્યો અને લોકો તેમની સફળતાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ પહેલા પણ પીએમ મોદીએ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા ગયેલા તમામ એથ્લેટ્સ સાથે મુલાકાત કરી હતી.
ભારત કેટલા એથ્લેટ મોકલી રહ્યું છે?
ભારતના પેરા જેવલિન થ્રોઅર સુમિત અંતિલ અને શોટ પુટ એથ્લેટ ભાગ્યશ્રી જાધવે ઓપનિંગ સેરેમનીમાં ધ્વજવાહકની ભૂમિકા ભજવી હતી. છેલ્લી વખત સુમિત મેન્સ F64 કેટેગરીની જેવલિન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા હતો. જ્યારે ભાગ્યશ્રી 2022 એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા રહી છે.
ગત વખતે, ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં કુલ 54 એથ્લેટ્સ મોકલ્યા હતા, જેમણે કુલ 9 રમતોમાં ભાગ લીધો હતો. આ વખતે, ભારતીય ટીમમાં કુલ 84 એથ્લેટ્સનો સમાવેશ થાય છે, જેઓ કુલ 12 રમતોમાં મેડલ મેળવવાની દાવેદારી કરશે. ગત વખતે ભારતે પેરાલિમ્પિકના ઈતિહાસમાં 19 મેડલ જીતીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને આ વખતે તે રેકોર્ડ તૂટવાની આશા છે.






