Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Pitch report of Rajiv Gandhi Stadium for SRH vs LSG

VIDEO: SRH vs LSG / આજે ડબલ હેડરની પહેલી મેચમાં હૈદરાબાદ અને લખનૌની ટક્કર, જાણો પિચ રિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં આજે બીજો ડબલ હેડર રમાશે, જેમાં દિવસની પહેલી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. LSGને તેની શરૂઆતની મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે બીજી તરફ હૈદરાબાદે પોતાની પાછલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ પર 65 રનથી મોટી જીત મેળવી હતી.

App Store

આજે ઈશાન કિશન, રિષભ પંત, મોહમ્મદ શમી, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ જેવા સ્ટાર ખેલાડીઓ પર ફેન્સની નજર રહેશે. બંને ટીમો મજબૂત બેટિંગ લાઈનઅપ ધરાવે છે, તેથી આજે હૈદરાબાદમાં હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય.

હૈદરાબાદનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ પીઠની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. તે ટેસ્ટિંગ માટે ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો છે અને અહેવાલો અનુસાર 17 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ફરી જોડાશે. તેથી, કમિન્સ આજની LSG સામેની મેચમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમનું નેતૃત્વ કરશે.

IPL 2026ની પહેલી મેચમાં લખનૌએ મિચેલ માર્શ અને રિષભ પંત સાથે ઈનિંગની શરૂઆત કરી હતી, પરંતુ આ જોડી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. શક્ય છે કે LSG આ મેચમાં ગઈ સિઝનની મિચેલ માર્શ અને એડન માર્કરમના ઓપનિંગ જોડી સાથે જાય.

પિચ કેવી હશે?

હૈદરાબાદની પિચ પર સામાન્ય રીતે ઉછાળ સારો હોય છે, જેનાથી બેટ્સમેન માટે શોટ રમવાનું સરળ બને છે. આ મેચ બપોરે રમાશે, તેથી ઝાકળની અહીં કોઈ ભૂમિકા નહીં હોય. અહીં પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 200 રનથી વધુ છે. અહીં ચેઝ કરનારી ટીમની જીતની ટકાવારી 56.63 છે. તેથી, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

લખનૌ-હૈદરાબાદ હેડ-ટુ-હેડ રેકોર્ડ

IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ કુલ છ વખત ટકરાયા છે. લખનૌએ આમાંથી ચાર મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદ ફક્ત બે વાર જીત્યું છે. જોકે, એ નોંધનીય છે કે SRH એ છેલ્લી ત્રણ મેચમાં લખનૌને બે વાર હરાવ્યું છે. આજની મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, બંને ટીમો આ મેદાન પર ત્રણ વાર ટકરાઈ છે, જેમાં લખનૌએ બે વાર હૈદરાબાદને હરાવ્યું છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

SRH: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.

LSG: મિચેલ માર્શ, એડન માર્કરમ, રીષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, અનરિક નોર્કિયા, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન.