મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025: મેગા ઓક્શન પહેલા ગુજરાતની ટીમે ખેલ્યો મોટો દાવ, પાર્થિવ પટેલને સોંપી મોટી જવાબદારી

આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઈટન્સે ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર ખેલાડી પાર્થિવ પટેલને બેટિંગ કોચ બનાવ્યો છે.

IPL 2025: મેગા ઓક્શન પહેલા ગુજરાતની ટીમે ખેલ્યો મોટો દાવ, પાર્થિવ પટેલને સોંપી મોટી જવાબદારી

આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઈટન્સે ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર ખેલાડી પાર્થિવ પટેલને બેટિંગ કોચ બનાવ્યો છે. પાર્થિવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝ હૈદ્રરાબાદ તરફથી રમી ચૂક્યો છે. 

ગુજરાત ટાઇટન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, "17 વર્ષની શાનદાર ક્રિકેટ કારકિર્દી સાથે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અમારી ટીમ માટે અનુભવ સાથે જ્ઞાન લાવશે." હવે ગુજરાત મેગા ઓક્શનમાં પાર્થિવના અનુભવનો ચોક્કસપણે ઉપયોગ કરશે. 

આ પણ વાંચો: IPL: દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલને સોંપી મોટી જવાબદારી, 2011માં વર્લ્ડકપ જીતાડવામાં દેખાડ્યો હતો દમ

પાર્થિવ પટેલે IPLમાં 139 મેચો રમી 

પાર્થિવ પટેલે આઈપીએલમાં 139 મેચો રમી છે. જેમાં તેણે કુલ 2848 રન બનાવ્યા છે. આ દરમિયાન 13 ફિફ્ટી ફટકારી છે. તેમજ તેનો શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.

ગુજરાત ટાઇટન્સનું રીટેન્શન લિસ્ટ

શુભમન ગિલ (16.5 કરોડ)
રાશિદ ખાન (18 કરોડ)
સાઈ સુદર્શન (8.5 કરોડ)
શાહરૂખ ખાન (4 કરોડ)
રાહુલ તેવટિયા (4 કરોડ)

આ સમાચાર શેર કરો