મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી બહાર થયો સ્ટાર ખેલાડી

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં કારમી હાર બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાની

ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી બહાર થયો સ્ટાર ખેલાડી

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં કારમી હાર બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાની ઓપનર ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ફખર ઝમાન ન્યુઝીલેન્ડ સામે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેણે તે મેચમાં બેટિંગ કરી હતી, પરંતુ તે કંઈ ખાસ ન કરી શક્યો. હવે આ ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે કારણ કે આ ટીમે તેની આગામી મેચ ભારત સામે રમવાની છે. ફખર પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન છે અને હવે જો તે નહીં હોય તો પાકિસ્તાની ટીમ પર વધુ દબાણ રહેશે.

ફખર ઝમાન આ રીતે ઇજગ્રસ્ત થયો

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ફિલ્ડિંગ કરતી વખતે ફખર ઝમાન ઈજાગ્રસ્ત થયો હતો. મેચના બીજા બોલ પર, આ ખેલાડી બોલ પાછળ દોડ્યો અને આ દરમિયાન તેના પગમાં ઈજા થઈ. ફખર લાંબા સમય સુધી મેદાનની બહાર રહ્યો અને જ્યારે તે મેદાનમાં પાછો ફર્યો ત્યારે તેની હાલત સારી ન લાગી. પાકિસ્તાને ફખર ઝમાનને બેટિંગ માટે મોકલ્યો ત્યારે તેની ઈજા વધુ ખરાબ થઈ ગઈ. ફખર ઝમાન શોટ રમતી વખતે ઘણી વખત પીડાથી કણસતો જોવા મળ્યો, પરિણામે તેની ઈજા વધુ ગંભીર બની ગઈ.

પાકિસ્તાન પર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો

ફખર ઝમાનના બહાર થયા બાદ પાકિસ્તાન પર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો વધુ ઘેરો બન્યો છે. પાકિસ્તાન તેની પહેલી મેચ હારી ચૂક્યું છે અને જો તે 23 ફેબ્રુઆરીએ ભારત સામે હારી જાય છે, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તેનું બહાર થવું લગભગ નક્કી થઈ જશે. આવી સ્થિતિમાં, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ગ્રુપ Aમાં સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી શકે છે. હવે અહીં પ્રશ્ન એ છે કે પાકિસ્તાન આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓને કેવી રીતે દૂર કરશે. પાકિસ્તાન 29 વર્ષ પછી ICC ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે અને જો તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જાય છે, તો તે રિઝવાન અને તેની ટીમ માટે શરમજનક બાબત હશે.

આ સમાચાર શેર કરો